બોયફ્રેન્ડનો ફોટો શેર કરતા ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ફસાયો, કહ્યુંઃ હું સમલૈંગિક નથી

562

ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી સોશિયલ મીડિયા પર હલચલ મચાવ્યાના એક દિવસ બાદ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર જેમ્સ ફોકનરે સ્પષ્ટ કર્યું કે, તે સમલૈંગિક નથી. સોમવારે ફોકનરનો ૨૯મો જન્મદિવસ હતો. આ ઓલરાઉન્ડરે પોતાની માતા અને રોબજુબસ્તા નામના વ્યક્તિ સાથે પોતાની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જેમાં ફોકનરે બોયફ્રેન્ડ કહ્યું હતું.

ફોકનરે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું હતું, ’જન્મદિવસ પર મારા બોયફ્રેન્ડ (સૌથી સારા સાથી) રોબજુબસ્તા અને મારી માતા રોસ્લિન કૈરોલ ફોકનરની સાથે ડિનર કરી રહ્યો છું.’ પાંચ વર્ષથી એક સાથે.

ફોકનરે મંગળવારે સવારે લખ્યું- સોમવારની રાત્રે મારી પોસ્ટને લઈને ગેરસમજ પેદા થઈ ગઈ છે. હું સમલૈંગિક નથી, પરંતુ સમલૈંગિકનું સમર્થન મળવું શાનદાર રહ્યું.

Previous articleસોશિયલ મિડિયા પર બોલ્ડ ફોટાઓથી કરિશ્મા ચર્ચામાં
Next articleલક્ષ્મણનો લોકપાલને જવાબઃ ‘અમારી ભૂમિકાને ર્ઝ્રંછએ અત્યાર સુધી નથી જણાવી’