બાન્દ્રા (પૂર્વ)માં આવેલ એમ. આઈ. જી. ક્રિકેટ ક્લબના પેવિલિયનને મહાન બેટ્સમેન સચિન તેન્ડુલકરનું નામ બીજી મેના દિવસે અપાશે. બે દશકાથી વધુની પોતાની આંતરરાષ્ટ્રીય. કારકિર્દી દરમિયાન તેન્ડુલકરે ઘણી વેળા આ ક્લબ ખાતે પ્રેક્ટિસ કરી હતી. મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (એમ. સી. એ.)ની સભ્ય-ક્લબ તરીકે આ સંસ્થાના ક્રિકેટ સચિવ અમિત દાણીએ કહ્યું હતું કે તેન્ડુલકરના નામે પેવિલિયનની નામકરણવિધિ બીજી મેએ કરાશે. તેન્ડુલકરનો પુત્ર અર્જુન પણ ડાબોડી ઝડપી ગોલંદાજ તરીકે આ ક્લબ વતી રમે છે. એમ. સી. એ. દ્વારા પોતાના વાનખેડે સ્ટેડિયમ ખાતેના એક સ્ટેન્ડને પણ તેન્ડુલકરનું નામ આપવામાં આવ્યું છે કે જ્યાં તે મહાન ખેલાડી પોતાની છેલ્લી અને ૨૦૦મી ટેસ્ટ મેચ નવેમ્બર ૨૦૧૩માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમ્યો હતો.