આ દ્રશ્ય કોઈ સરકારી મહોત્સવ કે આયોજનનું નથી બિન ઉપયોગી સુકાયેલા ઝાડના થડ સાથે સીમ-વગડામાં ખેડૂત કરે તેમ એક પ્રકારનો આ મેડો છે. આ સુશોભિત મેડો બનાવ્યો છે. સણોસરાની લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ખાતે ગ્રામવિદ્યા શાખાના સ્નાતક- ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ દિનેશ પરમાર, રાહી રાઠોડ, વિષ્ણુ લીંબડિયા, શૈલેષ મારૂ, રવિ મકવાણા તથા બિપીન કરમટિયાએ પ્રાધ્યાપક નિતિનભાઈ ભિંગરાડિયાના માર્ગદર્શન સાથે કેળવણી સાથે કળા, તે આનું નામ..! ઉપર બેસવાનું મન થાય છે ને..?!