મનપામાં મેયરે ઉનાળામાં પાણી માટે અગાઉ બંધ કરી દેવાયેલું અને પ્રજાના પૈસે ઉભુ કરેલું આરો અને કુલરની વ્યવસ્થા ફરિયાદ મળતાની સાથે જ ચાલુ કરાવી લોકોને પાણી પીવા માટેની વ્યવસ્થા પુનઃ જીવીત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા દ્વારા આ કુલર અને આરો મુકવામાં આવ્યા હતા. જેને પક્ષ પલ્ટો કરી આવેલા પ્રવિણ પટેલ દ્વારા બંધ રાખવામાં આવતું હતું. અનેક ફરિયાદો છતાં તેને ખોલવામાં આવ્યું ન હતું. નવા મેયર રીટાબેને ચાર્જ સંભાળતાની સાથે સૌથી માનવીય કામ કરી પ્રજા પ્રત્યેની પ્રતિબધ્ધતા દર્શાવી છે. મેયર રીટાબેન અને ડેપ્યુટી મેયર નાઝાભાઈ ધાંધરે ચાર્જ સંભાળતાની સાથે જ પ્રજાકીય કાર્યો શરૂ કરી દીધા છે.