બ્રાહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ – ભાવનગર દ્વારા ડીસ્ટ્રીકટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ હતું. જેમાં ભાવનગરમાંથી ૩ અને મહુવાથી ૧ ટીમે ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટના ઉદ્દઘાટન માટે ભાવનગર જ્ઞાતિ પંચના પ્રમુખ પ્રકાશભાઈ બોસમીઆ અને મહુવા જ્ઞાતિ પંચના પ્રમુખ અશોકભાઈ વાઢેરએ ટુર્નામેન્ટની શરૂઆત કરેલ હતી. કમલેશભાઈ બોસમીઆ અને યોગેશભાઈ જગડએ પણ એક એક બોલ રમીર મતની શરૂઆત કરેલ હતી. આ ટુર્નામેન્ટમાં કુલ ૪ મેચ રમાઈ હતી, દરેક મેચ ૧ર ઓવરની રાખવામાં આવેલ હતી. એમ્પાયર તરીકે આશિષભાઈ બોસમીઆ, યશભાઈ જોગી, અરવિંદભાઈ બોસમીઆએ સેવા આવેલ લીલા ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ટુર્નામેન્ટ પ્રથમ મેચ મહુવા ઈલેવન અને માત્રી માતા ઈલેવન વચ્ચે રમાયેલ જેમાં મહુવાનો વિજય થયેલ.
બીજી મેચ હીંગળાજ માતા ઈલેવન અને દધિચી ઋષિ ઈલેવન વચ્ચે રમાયેલા જેમાં હીંગળાજ ઈલેવાનનો વિજય થયો હતો. માત્રી માતા ઈલેવન અને હીંગળાજ માતા ઈલેવન વચ્ચે સેમીફાઈનલ રમાયેલ જેમાં હીંગળાજ ઈલેવન ૮ વિકેટ સાથે વિજેતા જાહેર કરવામાં આવેલ હતી. જયારે મહુવા ઈલેવન અને હીંગળાજ માતા ઈલેવન વચ્ચે ફાઈનલ મેચ રમાયેલ મહુવા ઈલેવન ૧૬ રનથી વિજેતા જાહેર કરવામાં આવેલ હતી. આ મેચ્માં મેન ઓફ ધ મેચનો એવોર્ડ જનકભાઈ નિર્મળને આપવામાં આવેલ. ફાઈનલ મેચ પુર્ણ થયા બાદ સમાપન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મહુવા જ્ઞાતિ પંચના પ્રમુખ અશોકભાઈ વાઢેર, ભાવનગર જ્ઞાતિ પંચના પ્રમુખ પ્રકાશભાઈ બોસમીઆ, ઉપપ્રમુખ ભરતભાઈ ખખ્ખર, મત્રી કમલેશભાઈ બોસમીઆ, સહમંત્રી યોગેશભાઈ જગડ, ખજાનચી શરદભાઈ બોસમીઆ, તનસુખભાઈ છાટબાર, કૌશિકભાઈ જગડ હાજર રહ્યા હતાં અને વિજેતા ટીમ મહુવા ઈલેવનને તથા ફાઈનલની રનર્સ અપ ટીમ હિંગળાજ ઈલેવનને ટ્રોફી એનાયત કરેલ.