ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોલેજોનું બીજું સત્ર ૮ નવેમ્બરથી પ્રારંભ કરવાનું નક્કી કરાયું છે. માર્ચ-એપ્રિલમાં પરિક્ષા અને ૨૫ એપ્રિલથી ઉનાળુ વેકેશન શૈક્ષણિક કેલેન્ડરમાં સુચવાયું છે.
યુનિવર્સિટીઓને કોમન એકેડેમિક કેલેન્ડરના માર્ગદર્શન સંદર્ભે ગુજરાત યુનિવર્સિટીના ઉપ-કુલપતિ ડા. જગદીશ ભાવસારને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, પ્રવેશ પ્રક્રિયા માટે ખાસ સમિતિઓ બનાવીને આયોજન હાથ ધર્યું છે. આ માટે ખાસ પ્રવેશ સમિતિની ટીમોને કાર્યરત કરી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનો હેતુ સમયસર પ્રવેશનું કાર્ય આટોપાઈ જાય તો પ્રથમવર્ષ સહિતના સેમેસ્ટરોમાં વિદ્યાર્થીઓને ભણવાં માટેનો સમય પર્યાપ્ત મળી શકે અને શૈક્ષણિક સત્રનું સુચારુ આયોજન થઈ શકે તે પ્રકારનો છે. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આટ્ર્સ, કોમર્સ, સાયંસ સહિતની વિદ્યાશાખાઓમાં ધો.૧૨ની પરિક્ષાના પરિણામ બાદ ૧૫ દિવસમાં એટલે કે ૧૫.૬.૨૦૧૯ સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમામ યુનિવર્સિટીઓને આદેશ પાઠવ્યો છે.
આ આદેશના પહલે રાજ્યની યુનિવર્સિટીઓએ કાર્યવાહિનો પ્રારંભ પણ કરી દીધો છે.
આ કાર્યવાહિના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટીએ પણ ગુજરાત ઉચ્ચ શિક્ષણને એકસુત્રના લાવવા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવે છે. તેના ભાગરૂપે છેલ્લા બે-ત્રણ વર્ષથી તમામ યુનિવર્સિટીઓને શિક્ષણના દિવસો એક સરખા રાખવા અને છાત્રોને વધુ સમય શિક્ષણ માટે મળી રહે તે અંગેનું માર્ગદર્શન અપાય છે. યુનિવર્સિટીઓને સંલગ્ન કોલેજોમાં પ્રવેશ ઝડપથી પૂર્ણ થાય તે અત્યંત જરૂરી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ સજાગ રહી, પ્રવેશના જાતિ-નિયમો સમજીને પોતાના ટકાને આધારે જે તે કોલેજને અગ્રનાક્રમ આપે તે અત્યંત જરૂરી છે. જે તે કોલેજના અગાઉના વર્ષના પ્રવેશની ટકાવારી અવશ્ય ધ્યાને લઈને પોતાને પ્રાપ્ત થયેલા ટકાને આધારે કઈ કોલેજમાં પ્રવેશ મળશે તે બાબતને ધ્યાને લઈ પસંદગીનો ક્રમ આપી પોતાના પ્રવેશ માટે સુનિશ્રીત બને તે અત્યંત જરૂરી છે. ગુજરાત યુનિવર્સિટી કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા થકી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી રહી છે. ત્યારે સૌ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે વધુ સમય મળે તે માટે સહકાર કરે તેવી અપીલ કરેલ છે.