જાફરાબાદના કાગવદર ગામથી ઉના સુધી હાલ નેશનલ હાઇવે ફોરટ્રેકનું કામ ચાલી રહ્યું છે. જેમાં ઇન્દોરની એગ્રો કંપની કામ કરી રહી છે. જેના નેશનલ હાઇવેમાં હાલ તિરાડો જોવા મળે છે. નિયમ મુજબ લોખંડ, સીમેન્ટ વપરાતી નથી. પ્લાન એસ્ટીમેન્ટ મુજબ કામ થતું નથી. કામ ચાલુ છે ત્યાં મોટી મોટી તિરાડો જોવા મળે છે. માટીના નમૂના બીજા લેવાય છે અને માટી બીજી વપરાય છે. તેવા વેધક સવાલ થઇ રહ્યા છે. બોક્સ કલવટ (પુલ) પાઇપ કલવટ (નાળુ) જે જુના પુલ નાના ઉપર રોડ હાઇવે બનાવી દેવામાં આવ્યો છે. નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓ ભાવનગર અમદાવાદ તપાસ હાથ ધરી છે. એગ્રો કંપની સામે ભ્રષ્ટાચારની કામગીરી કેટલા સમય ચાલે અગાઉ પણ આ એગ્રો કંપનીને ગેરકાયદે માટી ચોરી સામે બારપટોળી વગેરે ગામોમાં કરોડોનો દંડ પણ ફટકારેલ પણ કંપનીના અધિકારીઓ ઉચ્ચ વગ ધરાવતા હોવાથી સુભલામ સુફલામ યોજનામાંથી માટી, ફોરમ રેતી ઉપાડે છે અને ખેડૂતો મજુરીને રેતી મળતી નથી. ખેડૂતો મજુરો ને મકાન બાંધકામ માટે રેતી ભરો તો પોલીસ ખાણ ખનીજ અધિકારીઓ તરત પકડે છે. એકબાજુ એગ્રો કંપનીને નોટીસ આપી દંડની રકમ ભરેલ નથી. તો પણ સરકાર રેતી માટીની પરમીટ આપે છે. ખેડૂત મજુર જાફરાબાદ રેતીની એક પણ પરમીટ આપતા નથી. આવા વેધક સવાલ સરકાર સામે લોકોનો રોષ જોવા મળેલ છે.