રાજુલાના જુની બારપટોળી સુપ્રસિદ્ધ ચેતન હનુમાનજીના આશ્રમે ગામ આયોજીત રામકથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન તા.૨૬-૦૪ થી ૦૪-૦૫ સુધી શાસ્ત્રી દિપેશભાઇ દ્વારા કથા રસપાનમાં હજારો ધર્મપ્રેમી જનતા લાભ લઇ રહ્યા છે.
રાજુલાના જુની બારટોળીના સુપ્રસિદ્ધ ચેતન હનુમાનજી કે જેની સ્થાપના ગઢડા સ્ટેટના રાજવી દાદા ખાચરને બાજુના ગામ ભટવદર કાઠી દરબાર નાગપાલબાપુ વરૂને ત્યાં ખુદ સ્વામીનારાયણ ભગવાન સારથી બનીને જાન લઇને આવેલ સાથે સમર્થ સંત ગોપાલાનંદ સ્વામી કે જેણે સાળંગપુરના જાગૃત હનુમાનજીને ધ્રુજતા કરેલ તેમ દાદાખાચરની જાન લઇને ગઢડાથી નીકળ્યા ત્યારે ગોરડકા ગામે ત્યારપછી વચ્ચે ભંડારીયા ગામે અને બારપટોળીના ચેરન હનુમાનજીની સ્થાપના કરેલ તે જ જગ્યાએ ગામ આયોજીત રામકથાનું ભવ્ય આયોજન તા.૨૬-૦૪ થી તા.૦૪-૦૫ સુધી કરાયેલ છે. રામકથાના પ્રખર વક્તા શાસ્ત્રી દિપેશભાઇ દ્વારા કથા રસપાન થાય છે. જેમાં કથા દરમ્યાન દરેક પ્રસંગો આબેહુબ ઉજવાય છે. તેમજ સરપંચ આતાભાઇ વાઘની સેવાભાવી ટીમ તેમજ આખા ગામનો સારો સહયોગ મળી રહેલ છે.