અંધશાળા ખાતે રાજય પારિતોષિક સ્પર્ધાના વિજેતાઓના સન્માન સમારોહનું આયોજન

658

તા. ૨૭/૦૪/૨૦૧૯ નાં ભાવનગરની પ્રતિષ્ઠિત સંસ્થા કૃષ્ણકુમારસિંહજી ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાનાં સંયુક્ત ઉપક્રમે દ્વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  જે અંતર્ગત ‘જીવનનો ધબકાર મારી-સ્મરણ યાત્રા’ પુસ્તકના પ્રેરક પ્રસંગો આધારિત રાજ્યસ્તરની રાજ્ય પારિતોષિક સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડમાં વિભાગવાર વિજેતા બનેલ સ્પર્ધકોને પ્રથમ ક્રમે  રૂ.૨૧૦૦૦/-, દ્વિતીય ક્રમે  રૂ. ૧૫૦૦૦/- અને તૃતીય સ્થાને આવેલ સ્પર્ધકને રૂ.૧૧૦૦૦/-નાં રોકડ પુરસ્કાર સાથે ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ ફાઈનલ રાઉન્ડમાં પ્રવેશનાર તમામ સ્પર્ધકોને રોકડ પુરસ્કાર સાથે પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

બે તબક્કામાં યોજાયેલી આ રાજ્યસ્તરની સ્પર્ધામાં વિભાગ (અ) માંથી પ્રથમ ચૌહાણ વિરલબેન વલ્લભભાઈ, દ્વિતિય મકવાણા મિત્તલ જીવણભાઈ અને ચાંદેગરા ક્રિશ્ના દેવરાજભાઈ તૃતિય રહ્યા હતા જ્યારે વિભાગ (બ) માંથી પ્રથમ  ગોહિલ કિંજલબેન તખતસિંહ, દ્વિતિય વાળા મનહરભાઈ ભરતભાઈ અને જયરાજસિંહ ટી. ગોહિલ તૃતિય  તેમજ વિભાગ (ક) માંથી પ્રથમ તખતસિંહ દાનસિંહ ગોહિલ, દ્વિતિય  મહેતા જયેશભાઈ પ્રતાપભાઈ  અને પાઠક અર્ચિતાબેન વિષ્ણુપ્રસાદ તૃતિય  રહ્યા હતા. જેમાં સમગ્ર રાજ્યભર માંથી ૧૬૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમાંથી કુલ ૪૭ સ્પર્ધકો સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ પ્રવીણભાઈ મારું, ધારાસભ્ય-ગઢડાનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે જાણીતા કવિ કૃષ્ણકાંત દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના જનરલ સેક્રેટરી તેમજ પુસ્તકના લેખક લાભુભાઈ સોનાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે યુવા અવસ્થા દરમિયાન જ પ્રજ્ઞાચક્ષુઓ અને અન્ય વિકલાંગ વ્યક્તિઓ પ્રત્યે સંવેદના નો ભાવ જાગે અને વિકલાંગોની વિશિષ્ટ શક્તિઓના આધારે તેઓને સહકાર આપી ઊત્તમ સમાજની રચના માટેનો આ પ્રયોગ ખૂબ જ સફળ નીવડ્યો છે.

Previous articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી
Next articleદયારામ બાપા પ્રા.શાળાનો વાર્ષિક મહોત્સવ ઉજવાયો