ભાવનગર  મહાપાલિકાના દ્વારેથી

671

ચૂંટણી પૂરી થઇ છતાં સેવકો સેવાસદને દેખાતા નથી : લોકોમાં ટીકા

ભાવનગર મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને નગરસેવકોની સતત ગેરહાજરીઓ લોકોમાં ટીકાપાત્ર બની રહી છે.  લોકસભાની ચૂંટણી પૂરી થઇ છે અને ચૂંટણી કામના નામે સેવકો અને ચેરમેનો સેવાસદને ડોકાતા નથી. પંરતુ ચૂંટણીનું મતદાન પૂરૂં થયા પછી પણ સેવકો સેવાસદને ડોકાતા નથી.ચેરમેનોની મોટાભાગની ચેમ્બરો બંધ હાલતોમાં જ જોવા મળે છે. અરજદારો તેના સેવકોને રજુઆત માટે આવે છે. પરંતુ હવે ગરમી અને તાપને કારણે કોર્પોરેટરો સેવા સદને આવતા નથી. આટલી હદે સેવકોની બેદરકારી લોકોમાં દેખાય રહી છે. આમા નગરનો વિકાસ કેવી રીતે થાય તેની લોકોમાં ચર્ચા જાગી રહી છે.

મહિપરિએજ પાણીના રૂપિયા એક કરોડ જેવી રકમ ચૂકવાય છે

ઉનાળાના દિવસોના કારણે શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારોમાં પીવાના પાણીની લોક ફરિયાદો ઉડતી જાય છે. સેવા સદનના વોટરવર્કસ પાસે લોકો ઓછું પાણી મળે છે. પાણી મળતું નથી. ધીમા પ્રેશરથી પાણી મળે છે. આવી અનેક ફરિયાદો મેયર મનભા પાસે આવે છે. તેવો તંત્રને જરૂરી સૂચનાઓ પણ આપે છે. તેમણે એક પ્રતિનિધિની રજુઆતમાં એમ પણ કહ્યું કે સેવાસદન મહિપરીએજ પાણીનું એક કરોડ જેવું બીલ ચૂકવે છે. રજુઆત હતી ચિત્રા સીદસર વિસ્તારને લોકોને પાણી મળતું નથીની ફરિયાદો થઇ હતી.

કંસારા પ્રોજેક્ટ અંગેની કામગીરી અંગે મીટીંગો મળી

ભાવનગરમહાનગરપાલિકાના કંસારા પ્રોજેક્ટ અંગેની સેવા સદન ખાતે બેઠકો મળી રહી છે. કંસારા અને ગઢેચીના આ પ્રોજેક્ટ અંગે તંત્રમાં વિગતે ચર્ચા ચાલી રહી છે. આ કંસારાનો કુલ પ્રોજેક્ટ રૂા.૧૮૦ કરોડ જેવો હોવાનો સેવાસદને નિર્દેશ કર્યો છે.

Previous articleબોરડીગેટ-જવાહર કોલોનીમાંથી ઇગ્લીંશ દારૂ સાથે એક ઝડપાયો
Next articleઅંધશાળા ખાતે રાજય પારિતોષિક સ્પર્ધાના વિજેતાઓના સન્માન સમારોહનું આયોજન