મહુવા તાલુકાના કુંભણ ગામે ગઈકાલે યુવાનની છરીના આઠથી દસ ઘા મારી કરપીણ હત્યા કરાઈ હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી યુવાનની હત્યા કરનાર શખ્સને ઝડપી લીધો છે અને હત્યા કરવાનું કારણ જાણવા પુછપરછ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ મહુવાના કુંભણ ગામે રહેતા રાજુભાઈ પરશોત્તમભાઈ સોલંકી (ઉ.વ.ર૩) ગઈકાલે મકરસંક્રાંતિના દિવસે ગામની કન્યા શાળા પાસે કોઈ બાબતે રાજુભાઈ સાથે બોલાચાલી કરી ઝગડો કરી તેની પાસે રહેલી છરી વડે રાજુભાઈ પર આઠ થી ૧૦ ઘા ઝીંકી ગંભીર ઈજાઓ કરી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત રાજુભાઈની લોહિલુહાણ હાલતે મહુવાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા જયાં ટુકી સારવાર બાદ યુવાનનું મોત નિપજવા પામ્યું હતું.
બનાવની જાણ થતાં મહુવા પોલીસ મથકના પીઆઈ વારોતરીયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. અને મૃતક રાજુભાઈનાકૌટુંબીક કાકા અરજણભાઈ મોહતભાઈ સોલંકીની ફરિયાદ નોંધી આરોપી વિશાળ બારૈયાને પકડવા ચક્રોગતિમાન કરતા આરોપી વિશાલ ઝડપાઈ ગયો હતો. અને પોલીસે તેની ધોરણસર અટક કરી હત્યાનું કારણ જાણવા સંઘન પુછપરછ હાથ ધરી છે.