ખુબ ઓછી ફિલ્મો છતાં પણ મલાઇકા ન્યુજમેકર્સ તરીકે છે

621

બોલિવુડમાં ખુબ ઓછી  ફિલ્મો કરી રહી હોવા છતાં સતત ચર્ચામાં  રહેલી સેક્સી મલાઇકા અરોરા ખાન સૌથી મોટી સેલિબ્રિટી અને ન્યુઝમેકર્સ તરીકે ઉભરી આવી  છે. તે પોતાની ફિગરના કારણે પણ સતત ચર્ચામાં રહે છે. ખુબ મુશ્કેલ યોગા, કસરત અને જોગિગના કારણે પણ તે ચર્ચામાં રહી છે.  હાલમાં અર્જૂન કપુર અને મલાઇકા અરોરા વચ્ચે સંબંધોની ભારે ચર્ચા રહી હતી.  ઘણા સમયથી તેમના સંબંધોની ચર્ચા છે. બન્ને પોતાના સંબંધની કોઇ વાત સત્તાવાર રીતે જાહેર કરી રહ્યા નથી. આના કારણે અટકળોનો દોર જારી રહ્યો છે. એમ માનવામાં આવે છે કે અર્જૂન કપુરના કારણે મલાઇકા અને અરબાજ ખાન વચ્ચેના લગ્ન સંબંધનો અંત આવી ગયો છે. જો કે આ સંબંધ તુટી જવાના મામલે અર્જૂન કપુર અને મલાઇકા કેટલીક વખત ખુલાસો કરી ચુક્યા છે. તાજેતરમાં જ મલાઇકા સુજૈન અને બિપાશા એક સાથે એક ઇવેન્ટ કાર્યક્રમના ભાગરૂપે પહોંચી હતી.  મલાઇકા અરોરા ખાન બોલિવુડની ફિલ્મોમાં મોટા ભાગે આઇટમ સોંગ કરતી નજરે પડી છે. તે અરબાજ ખાનની ફિલ્મ દબંગમાં  આઇટમ સોંગ કરી ગઇ હતી. મુન્ની બદનામ હુઇના કારણે તે રાતોરાત ચર્ચામાં રહી હતી. ત્યારબાદ પણ તે કેટલીક ફિલ્મોમાં આઇટમ સોંગ કરતી રહી છે. બીજી બાજુ તે ફેશન અને અન્ય ટીવી કાર્યક્રમમાં પણ સામેલ થતી રહી છે. અરબાજ ખાન સાથે સંબંધ તુટી ગયા બાદ મલાઇકા અરોરા હાલમાં સિંગલ હોવાના હેવાલ મળ્યા છે.

થોડાક સમય પહેલા દુબઇમાં જ્યારે મલાઇકા અરોરા ખાન પહોંચી હતી ત્યારે તેના કેટલાક ખુબસુરત ફોટા જારી કરવામાં આવ્યા હતા. જેની ચર્ચા સતત જોવા મળી હતી. તે હાલ કેટલાક પ્રોજેક્ટ હાથમાં ધરાવે છે.

Previous articleવીવીપેટ સ્લીપ ગણતરીની માંગ કરતા કાર્યકરોની અટકાયત
Next articleઆલિયા ભટ્ટ-અનન્યા પાન્ડેના ફોટાઓની પ્રશંસા