સ્ટુડન્ટ ઓફ ધ યર -૨ ફિલ્મના નવા ગીત હુક અપ રજૂ કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા જોવામાં આવી રહી છે. આ સોંગમાં ટાઇગર શ્રોફની સાથે આલિયા પણ નજરે પડનાર છે. ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે આલિયા ભટ્ટ નજરે પડનાર છે. આલિયા અને ટાઇગર આ ગીતમાં નજરે પડ્યા હતા.
આ ગીતના શુટિંગ દરમિયાન આલિયા અને અનન્યા પાન્ડેએ અનેક ફોટો શેયર કર્યા છે. જેમાં બંનેની ખુબસુરતી સ્પષ્ટ પણે દેખાઇ રહી છે. શુટિંગ દરમિયાન સેટ પર આલિયા અને અનન્યા ખુબ મસ્તી કરતી નજરે પડી હતી. અનન્યા પાન્ડે દ્વારા ઇન્સ્ટાગ્રામ પર આલિયા ભટ્ટની સાથે તેના ફોટો જારી કરવામાં આવ્યા છે. જેમાં તે આલિયાની સાથે ખુબખુશાળ દેખાઇ રહી છે.
એક ફોટોમાં તે આલિયાને ગલે મળતી નજરે પડી રહી છે. બંનેના ચહેરા પર ખુશી દેખાય છે. ફોટો શેયર કરતા અનન્યા પાન્ડેએ લખ્યુ છે કે ટીમ શનાયા પૂર્ણ જિન્દગી માટે છે. સૌથી હોટ સોંગ જેમાં હે સુપરસ્ટાર અભિનેત્રી નજરે પડી રહી છે.
આ હોટ ગીત રજૂ કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા છે. આલિયા ભટ્ટ ફિલ્મમાં કામ કર્યા બાદ ભારે ખુશ છે. ફિલ્મ નિર્માતાને આશા છે કે સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ પણ સુપરહિટ સાબિત થઇ શકે છે. નવી ફિલ્મ ૧૦મી મેના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં ટાઇગર શ્રોફ, અનન્યા પાન્ડે અને તારા સુતરિયાની ભૂમિકા છે. આ પહેલાની ફિલ્મમાં આલિયા ભટ્ટ હતી. ફિલ્મ મારફતે વરૂણ ધવન, આલિયા અને સિદ્ધાર્થ મલહોત્રાની એન્ટ્રી થઇ હતી. આ ત્રણેય કલાકારો આજે પણ સફળ સાબિત થઇ રહ્યા છે. તેમની ફિલ્મોને ચાહકો પસંદ કરી રહ્યા છે. હવે વધુ બે અભિનેત્રી અનન્યા પાન્ડે અને તારા સુતરિયાની એન્ટ્રી થવા જઇ રહી છે.