મુંબઇમાં આવતીકાલે સનરાઇઝ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨ની એક લીગ મેચ રમાનાર છે. હજુ સુધીના દેખાવની વાત કરવામાં આવે તો મુંબઇ ઇન્ડિયન્સ પણ પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે અને તે પોતાની આશાને જીવંત રાખવા માટે તૈયાર છે. આ મેચ તેના માટે ઉપયોગી રહેલી છે.
મુંબઇએ હજુ સુધી જે મેચો રમી છે તેમાં ૧૨ મેચો પૈકી સાતમાં જીત મનેળવી છે. તેના ૧૪ પોઇન્ટ છે. તેની પાસે પણ આગામી દોરમાં પહોંચી જવા માટેની તક રહેલી છે. જેથી તે જોરદાર દેખાવ કરવા સજ્જ છે. સનરાઇઝને પણ તક રહેલી છે. તેના ૧૨ પોઇન્ટ છે. તે સ્પર્ધામાં રહેવા પ્રયાસ કરશે. મુંબઇની ટીમ પોઇન્ટ ટેબલમાં તેના દેખાવને સુધારી દેવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરનાર છે. તેની પાસેથી પણ હજુ વધારે સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. કેપ્ટન રોહિત શર્મા અપેક્ષા મુજબ દેખાવ કરી શક્યો નથી. જે મુંબઇની છાવણી માટે નિરાશાજનક બાબત છે. આવતીકાલે રમાનારી આ મેચનુ રાત્રે આઠ વાગ્યાથી પ્રસારણ થશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાનારી મેચને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મુંબઈની ટીમ આગામી રાઉન્ડમાં પહોંચવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. તેના હજુ સુધી ૧૪ પોઇન્ટ છે. તેનાથી આગળ રહેલી ટીમોમાં દિલ્હી કેપિટલ અને ચેન્નાઈ સુપર કિંગનો સમાવેશ થાય છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ સ્પર્ધામાંથી આઉટ થઇ ચુકી છે. બાકી ટીમોએ હજુ સુધી તેમની આંશિક આશા રાખી છે. દિલ્હી કેપિટલ અને ચેન્નાઈની ટીમ આગામી દોરમાં પહોંચી ચુકી છે.
મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત (કેપ્ટન), અનમોલપ્રિતસિંઘ, બેહરેનડ્રોફ, બુમરાહ, ચહર, કટિંગ, ડીકોક, ઇશાન કિશન, જયસ્વાલ, સિદ્ધેશ લાડ, લેવિસ, મેકલાખન, માલિંગા, માર્કન્ડે, મિલને, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, પોલાર્ડ, સાલમ, અનુકુલ રોય, બરિન્દર શર્ણ, તારે, જયંત, સૂર્યકુમાર, યુવરાજ
સનરાઇઝ હૈદારબાદ : અભિષેક , બેરશો, થંપી, રિકી ભુઈ, શ્રીવંત ગોસ્વામી, માર્ટિન ગુપ્ટિલ, હુડા, સિદ્ધાર્થ કૌલ, ભુવનેશ્વરકુમાર, મોહમ્મદ નબી, નદીમ, નટરાજન, મનિષ પાંડે, યુસુફ પઠાણ, રશીદ ખાન, સિદ્ધિમાન સહા, સંદીપ શર્મા, વિજય શંકર, શાકીબ અલ હસન, સ્ટેનલેક, ડેવિડ વોર્નર, વિલિયમસન