એસ.જી. હાઈવે પર આવેલા ધી હેરિટેજ વેલનેસ સ્પામાં થાઇલેન્ડની યુવતીઓ ગેર-કાયદેસર રીતે નોકરી કરતી વસ્ત્રાપુર પોલીસે ઝડપી છે. પોલીસે સ્પા માલિક અને મેનેજર સામે ફોરેન એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
વર્ક પરમિટ વગર કામ કરતીઃ વસ્ત્રાપુર પોલીસે ગઈકાલે ગુરુદ્વારા વિસ્તારમાં આવેલ એલેન ઇન્સ્ટિટ્યૂટ પાસેના અક્ષર સ્ટેડિયાના પ્રથમ માળે આવેલા ધ હેરિટેજ વેલનેસ સ્પામાં રેડ કરી હતી.
સ્પા સેન્ટરમાં સંચાલક, મેનેજર, થાઇલેન્ડની ત્રણ યુવતી સહિત અન્ય બે યુવતી અને બે યુવક કામ કરતા હતા. પોલીસે થાઇલેન્ડની તમામ યુવતીઓની પૂછપરછ કરી હતી અને તેમના પાસપોર્ટ અને વિઝા તપાસ્યા હતા. જેમાં થાઇલેન્ડની યુવતીઓ બિઝનેસ વિઝા પર આવેલી હોવાનું સામે આવ્યું હતું.
તેમની પાસે વર્ક પરમીટના વિઝા ન હોવાથી પોલીસે ફોરેનર્સ એમેન્ડમેન્ટ ૨૦૦૪ની વિવિધ કલમ હેઠળ મેનેજમેન્ટ મેનેજર રેશમા છીપા અને આસિસ્ટન્ટ મેનેજર સોમા પોખરેલ (બંને રહે. ગોદરેજ ગાર્ડન સીટી), મેનેજર પુષ્પએન્દ્રસિંહ ચુડાવત તેમજ સ્પા માલિક સાગર પંચાલ સામે ગુનો નોંધ્યો છે.