બનાસકાંઠામાં રીંછનો વધુ એક ખેડૂત પર હુમલો કરવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટના અમીરગઢમાં બાલુન્દ્રા ગામે બની છે, જેમાં એક ખેડૂત પર ખૂંખાર રીંછે હુમલો કર્યો છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, ખેતરમાં રાત્રીફેરી કરતા સમયે રીંછે અચાનક હુમલો કર્યો હતો. આ ઘટનામાં ભોગ બનનાર ખેડૂતનું નામ ભાવાભાઇ રબારી છે. જેમને રીંછે પાછળથી હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે.
બનાસકાંઠામાં રીંછના બનાવ પહેલા અગાઉ પણ માનવભક્ષી રીંછે ૩ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હોવાનો સમાચાર મળ્યા હતા. બનાસકાંઠામાં રાત્રિના સમયે ખેડૂત પર કરેલા હુમલો બાદ એવું કહેવાઇ રહ્યું છે કે, હુમલાખોર રીંછ પણ માનવભક્ષી બની શકે છે.
એક મહિનામાં રીંછના હુમલાનો બીજો બનાવ બનતા વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો છે. અમીરગઢના બાલુન્દ્રા ગામમાં રાત્રિ દરમિયાન ખેડુત પર રીંછે હુમલો કરતા બલુન્દ્રા ગામના ભાવાભાઇ ભૂરાભાઇ રબારી ગંભીર રીતે ઘાયલ થયા છે. રીંછના હુમલાથી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. રીંછના હુમલાની જાન થતાં જ ૧૦૮ની ટીમ રાહત મદદમાં પહોંચી હતી. રીંછે પીડિત ખેડૂતને માથાના ભાગે બચકા ભર્યા હતા. હાલ એવું કહેવાઇ રહ્યું છે કે, રીંછે માનવનું લોહી ચાખ્યું હોઈ ફરીથી આવો હુમલો કરી શકે છે. આ ઘટનામાં પીડિત ખેડૂતને વિજય શ્રીમાળી અને પાઇલોટ અરવિંદદાન ગઢવી દ્વારા હોસ્પિટલ પહોંચાડ્યો હતો. અગાઉ પણ આવા હુમલામાં માનવભક્ષી રીંછે ત્રણ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતાર્યા હતા