ગાંધીનગરમાં સેક્ટર-૧૭માં આવેલા વિશાલ આસોપાલવોમાં વાગોળની કોલોની છે. ઉનાળામાં ગરમીના પારો દિવસને દિવસે વધતા પ્રાણી-પક્ષીઓની હાલત કફોળી બની જાય છે. તેમાં પણ દિવસભર માત્ર વૃક્ષો પર ઊંધા લટકી રહેતાં અને રાત્રી દરમિયાન નીકળતા વાગોળો ગરમી વધતા જ ટપોટપ મોતને ભેટે છે.
ગત વર્ષે જ ગાંધીનગરમાં અનેક વાગોળના અસહ્ય ગરમીથી મોત થયા હતા. જેને પગલે આ વર્ષે ઝાડ પર રહેતાં વાગોળ તથા અન્ય પક્ષીઓની રાહત માટે ફાયરબ્રિગેડે પાણીનો છંટકાવ ચાલુ કર્યો છે.