ભારત અને મોદી સરકાર માટે આજે યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (યુએનએસસી) માંથી સૌથી મોટી જીતના સમાચાર મળી રહ્યા છે. દેશનો અને દુનિયાનો સૌથી મોટો દુશ્મન આતંકી મસૂદ અઝહર આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયો છે. તો આ મામલે આતંકવાદ સામે ભારતની સૌથી મોટી સફળતા મળી હોય તેમ કહી શકાય છે. ભારતે બ્રીટન,ફ્રાંસ સહિત અનેક દેશોની મદદથી દબાણ ઉભુ કર્યું હતું. વૈશ્વિક દબાણના પગલે ચીને વીટોનો ઉપયોગ કર્યો ન હતો. જેથી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરાયો હતો.ચીને માર્ચમાં ચોથી વાર યુએનની પ્રતિબંધ સમિતિ સામે અઝહરને ગ્લોબલ આતંકી ઘોષિત કરવાના ભારતના પ્રસ્તાવ પર ટેકનિકલ હોલ્ડ લગાવી દીધો હતો. યુએનમાં જૈશ પર પહેલા જ પ્રતિબંધ લાગેલો છે.ગ્લોબલ ટેરરિસ્ટનું ટેગ મળવુ માત્ર ભારત માટે નહિ પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર માટે પણ એક મોટી રાજકીય જીત માનવામાં આવે છે. ૧૪ ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદથી જ સતત ભારત તરફથી આના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થઈ ગયા હતા અને આની જવાબદારી જૈશે લીધી હતી.
આ અધિકારી તરફથી જણાવવામાં આવ્યુ છે કે ચીને જે ટેકનિકલ હોલ્ડ લગાવ્યો હતો તે એક મેના રોજ હટાવે તેવી શક્યતા છે. અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન તરફથી અઝહરને ગ્લોબલ આતંકી ઘોષિત કરવાની માંગ કરવામાં આવી હતી. ૧૩ માર્ચના રોજ જ્યારે આ પ્રસ્તાવનો અંતિમ દિવસ હતો, ચીને આ કહીને આના પર ટેકનિકલ હોલ્ડ લગાવી કે તેને આના પર ચર્ચા માટે વધુ સમય જોઈએ.