ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સબસિડી તથા સબસિડી વગરના રાંધણ ગેસમાં ભાવ વધારો જાહેર કર્યો છે. દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમીટેડે એલાન કર્યું કે અમદાવાદમાં ગેસના બાટલાની કિંમત આશરે રૂપિયા ૭૦૦.૭૦ ને બદલે રૂપિયા ૭૦૬.૭૦ ચૂકવવી પડશે. ગુજરાતમાં તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ છે. હજુ તેના પરિણામ આવવાના બાકી છે. તેમજ દેશમાં ઘણી જગ્યાએ લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તેવામાં સામાન્ય પ્રજાને વધુ એક ઝાટકો લાગે તેવા સમાચાર આવ્યા છે. જાહેર સંસ્થાની ગેસ-તેલ કંપનીઓએ રાંધણ ગેસના ભાવોમાં વધારો કરી દીધો છે.સ્પષ્ટ વાત કરીએ તો ઘરેલુ એલપીજી એટલે કે રાંધણ ગેસના ભાવમાં છ રૂપિયાનો વધારો થઇ ગયો છે. જયારે સબસીડી વિનાના સિલિન્ડરની કિંમત ૨૨.૫ ટકા જેટલી વધી છે. આ વધારો આજથી જ એટલે કે ૧મે થી જ લાગુ થશે.ઉલ્લેખનીય છે કે, ૧ એપ્રિલે પણ રાંધણ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સબસીડી વગરના ગેસ સિલિન્ડરનો ભાવ તે સમયે રૂ.૫ વધાર્યો હતો, જયારે સબસીડી વાળા સિલિન્ડરની કિંમત ૨૫ પૈસા વધારી હતી. દિલ્હીમાં ઇન્ડેનના ૧૪.૨ કિલોના સબસીડી વાળા સિલિન્ડરની કિંમત રૂ. ૭૦૬.૫૦ છે.
આજના વધારા બાદ દિલ્હીમાં રહેતા રાંધણ ગેસના વપરાશકારોને સિલિન્ડરની કિંમત રૂ.૪૯૬થી વધીને રૂ.૫૦૨ પહોંચી ગઈ છે, જયારે અમદાવાદમાં ગેસના બાટલાની કિંમત આશરે રૂ ૭૦૦.૭૦ને બદલે રૂ.૭૦૬.૭૦ ચૂકવવી પડશે. સાથે કોમર્શિયલ સિલિન્ડર રૂ.૭૩૦માં પડશે.