રાજુલામાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આગામી અખાત્રીજ તા.૭ના રોજ પરશુરામ જયંતિ આવી રહી છે ત્યારે આજરોજ મીટીંગ મળી હતી જેમાં બહોળી સંખ્યામાં બ્રહ્મસમાજના આગેવનો ઉપસ્થિત રહ્યા હતા. પરશુરામ જયંતિ વખતે બટુકોની જનોઇ અપાશે સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે તેમજ બ્રહ્મચોર્યાસી સહિતના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી આ માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિવિધ કમિટિઓ રચવામાં આવી હતી વિવિધ જવાબદારીઓ આપવામાં આવી હતી.