એસ.ઓ.જી. શાખાના પીઆઇ એસ.એન.બારોટ તથા એલ.સી.બી. શાખાના પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના હરેશભાઇ ઉલવા તથા એલ.સી.બી.ના ચિંતનભાઇ મકવાણાને સંયુકત બાતમી હકિકત મળેલ હતી કે, શૈલેષભાઇ દીપસંગભાઇ મોરી રહે. વરતેજવાળો શિહોરના રાજપરા ગામે મેલડીમાના મંદિર પાસે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી બનાવી દેશી દારૂ ગાળે છે. જે હકિકત આધારે ભાવનગર એસ.ઓ.જી./એલ.સી.બી. પોલીસે સંયુક્ત રીતે રેઇડ કરતા શૈલેષભાઇ મોરી સ્થળ ઉપર હાજર મળી આવેલ નહી સદર જગ્યાએ પતરાનો સેડ બનાવી ગેસના મોટા ચુલાઓ મુકી દેશી દારૂ ગાળવાની મીની ફેકટરી બનાવવામાં આવેલ હતી.
જ્યાંથી દેશી દારૂ લીટર ૨૦૦, આથો લીટર- ૨૦૦૦, આથો ભરવાના ટીપ-૧૦, ગોળના ડબ્બા નંગ-૬, ગેસના ચુલા નંગ-૨, ઇન્ડેન ગેસના બાટલા-૪, દારૂ ગાળવાનું બેરલ-૧ મળી કુલ રૂપિયા ૨૦,૯૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. અને આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરી એલ.સી.બી.ના પોલીસ કોન્સ. ચિંતનભાઇ મકવાણાને પ્રોહી એકટની કલમો હેઠળ ફરિયાદ આપી શિહોર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.