અંબિકા આશ્રમ સાંગાણા ખાતે ૨૧ કુંડી મહા વિષ્ણુયાગ યોજાશે

1091

તળાજા તાલુકાના નવાસાંગાણા ગામે પૂ.રમજુબાપુ પ્રેરીત અંબિકા આશ્રમ તેમજ દેવાયત બોદર ગૌશાળા દ્વારા ૨૧કુંડી પંચ દિનાત્મક શ્રી મહા વિષ્ણુયાગ – રાજસુય યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૯ ને ગુરૂવારના રોજ સવારે ૯-૧૫ કલાકે મહા વિષ્ણુયાગ યજ્ઞ શાળાનું દિપ પ્રાગટ્ય પૂ.મોરારીબાપુના વરદ હસ્તે થશે. તેમજ અહીં ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ તા.૭ને મંગળવારે બપોરે ૩-૩૦કલાકથી થશે. જેના ભાગવત પ્રવક્તા શાસ્ત્રી કેદારનાથજી દવે સાંદિપની વિદ્યા નિકેતન પોરબંદર છે. કથાનો પ્રારંભ નવબાલિકા કુંવારીકાના કર કમળો દ્વારા થશે.

આ પ્રસંગ દરમ્યાન સામાજીક અગ્રણીઓ તેમજ સંસ્થાઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જેમાં તા.૯ ના રોજ માયાભાઇ આહિર, પ્રતાપભાઇ વરૂ, મોરારીબાપુના વરદ હસ્તે એવોર્ડ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવશે. તા.૧૦ના રોજ પૂ.વલકુબાપુના વરદ હસ્તે ટ્રસ્ટીઓ વીર મોખડાજી (ઘોઘા)ને એવોર્ડથી સન્માનિત કરાશે. તા.૧૧ના રોજ પૂ.કણીરામ બાપુના વરદ હસ્તે ભોળાભાઇ રબારી, મહેન્દ્રસિંહ સરવૈયા તેમજ તા.૧૨ ના રોજ જગતગુરૂ પ.પૂ.રામાચાર્યજી મહારાજના વરદ હસ્તે ટ્રસ્ટી મનજીદાદા તેમજ ટ્રસ્ટી વનરાજસિંહ જાડેજા ને સન્માનથી વિભૂષિત કરવામાં આવશે. તેમજ પૂ.વિશ્વભર ભારતીબાપુના વરદ હસ્તે વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા તથા ધર્મેૈન્દ્રસિંહ જાડેજાને એવોર્ડ અર્પણ કરીને સન્માન કરાશે.

તા.૯ થી તા.૧૨ દરમ્યાન રાત્રીના સંતવાણી કાર્યક્રમ યોજાશે. મહાપ્રસાદ તા.૭ને મંગળવારથી અવિરત પણ ચાલુ રહેશે. આ ધર્મોત્સવમાં લાભ લેવા અંબિકા આશ્રમના મહંત પૂ.રમજુબાપુ તેમજ અંબિકા આશ્રમ નવાસાંગાણા પરિવારે જાહેર અનુરોધ કર્યો છે.

Previous articleશિહોરના રાજપરા ગામેથી દેશી દારૂ ગાળવાની મીની ફેકટરી ઝડપાઇ
Next articleબે વર્ષથી દારૂના ગુન્હામાં વોન્ટેડ મહિલા આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.