જાફરાબાદ હવેલીમાં મહાપ્રભુજીના પ્રાગટય ઉત્સવની થયેલી ઉજવણી

555

જાફરાબાદમાં તા. ર૯ સોમવારના રોજ પુષ્ટીપ્રભુના સાનિધ્યમાં મહાપ્રભુજીના પ્રાગટય ઉત્સવની પુર્વ સંધ્યાએ મહાપ્રભુજીના પ્રાગટય ઉત્સવની ઉજવણીના ભાગરૂપે જુનાગઢ હવેલી નીચે ચાલતી પાઠ શાળા અંતર્ગત બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરેલ હતો અને સંચાલિકા હેમાબેન પુરોહિત, છાયાબેન વાવડીયા, પારૂબલને વાવડીયાએ જહેમત ઉઠાવેલ માહપ્રભુજીના વડવાઓના ઈતિહાસ તથા જન્મ અંગે બોધયુક્ત નાટક તથા નૃત્ય કરેલ ઉપરોકત આયોજનમાં કપોળ મહાનજ- જાફરાબાદ દ્વારા હર્ષદભાઈ ગોરડીયા હાજર રહીને બાળકોને ઉપરણા તથા ચોકલેટ અને રોકડ દ્વારા પ્રોત્સાહિત પુરસ્કાર આપવામાં આવેલ આ તકે જાફરાબાદની કપોળ જ્ઞાતીની વિવીધ સંસ્થાઓના તન, મન, ધનથી ખુબ જ યોગદાન આપેલ હતું. સમગ્ર મનોરથમાં હવેલીના મુખ્યાજી કપોળ મહાજનના વહીવટકર્તાઓ, ફુલધરની બહેનો, યુવા કમિટિના ચેતનભાઈ સોની, અલ્પેશ વાવડીયા પંકજભાઈ મહેતા, મીહીર સોની, સુજલ દોશી, કિર્તિબેન રૂપારેલ, સમગ્ર વૈશ્નવ શ્રૃષ્ટીએ લાભ લીધો હતો.

Previous articleસર્વાંગી તાલીમ પ્રથમ શિબિર
Next articleસિહોરના મિનરલ વોટર પરબ