વૈદિક પરિવાર દ્વારા આર્યવીર દળનો શુભારંભ આર્ય સમાજ ભવન ભાવનગર ખાતે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વૈદિક પરિવારના ટ્રસ્ટી અરિવંદભાઇ રાણા, મેનેજીંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ગાંધી, આર્યવીર દળના સંચાલક કમલભાઇ દવે આર્યસમાજ ભાવનગરના પ્રધાન રાજેશભાઇ પારેખ, મંત્રી ધર્મેન્દ્રસિંહ ગોહિલ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. તથા બાળકો, વાલીગણ, અતિથિ ગણ આદી મળીને બમણી સંખ્યામાં ભાવનગર વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
યજ્ઞ કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ મંત્રી ધર્મેન્દ્રસિંહ ગોહિલે મંચસ્થ વિદ્વાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. વૈદિક પરિવારના મેનેજીંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ગાંધી એ સંસ્કૃતિ અને સેવા વિષયક વિચારો પ્રસ્તુત કર્યા હતા. બાળકોને ઉદ્દબોધન કરતા તેમણે કહ્યું હતું કે બાળકો સામાન્ય ન રહી વિશેષ બનવા અર્થે સૂર્યની ઉષ્ણતા એન ચંદ્રની શીતળતા, બુદ્ધિની તેજસ્વીતા અને હ્ય્દયની વિશાળતા અપનાવી પતંગ સમાન પ્રગતિના ઉંચા આસમાનને સ્પર્શવાની પ્રેરણા આપી હતી.
બાળકોને ઉત્તમ બનાવવા માટે માતા પિતા એ પોતાના પર કરેલા ઉપકારોને જાણી તેમને પ્રતિદિન તેમને સવાર વંદન કરવા તથા તેમની આજ્ઞાનું પાલન કરવાનું જણાવ્યું હતું. આર્ય સમાજ ભાવનગરના રાજેશભાઇ પારેખે આર્યવીર દળની સ્થાપના કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.