સીટુ દ્વારા આંતર રાષ્ટ્રીય શ્રમજીવી દિનની ઉજવણી

885

સીટુ, ગુજરાત બેંક વર્કસ યુનિયન, એચ.એમ.એસ., ઓલ ઇન્ડીયા ઇન્સ્યુરન્સ એમ્પ્લોઇઝ યુનિયન, આઇ ટુક, ઇન્ટુક, પોસ્ટલ, ટેલીકોમ, રેલ્વે, ભાવનગર લેબર યુનિયન, મ્યુનિ. નોકરીયાત મંડળ, મઝદુર કલ્યાણ મંડળ, ભાવનગર કામદાર સંઘ, ઓટો રિક્ષા યુનિયન, બંદર કામદારા સંઘ, સફાઇ કામદાર યુનિયન, જનવાદી મહિલા સમિતિ, ડીવાયએફઆઇ સહિતના ૨૧ યુનિયનો દ્વાાર આજરોજ સવારે પાનવાડી ચોકમાં છેલ્લા ૫૦ વર્ષથી પરંપરાગત રીતે ઉજવાતા આંતર રાષ્ટ્રીય શ્રમજીવી દિવસ અને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે વિશાળ સંખ્યામાં હાજરીમાં ધ્વજવંદન તથા શહીદ વંદનનો કાર્યક્રમ યોજાઇ ગયો. ઘોઘાગેઇટ ચોક તથા પાનવાડી ચોક પતાકાથી તથા મે દિનના શહિદવિરો અમર રહો. નાં બેનરોથી શણગારવામાં આવેલ હતો.

આ પ્રસંગે સીટુ રાજ્ય પ્રમુખ અરૂણ મહેતા, મ્યુનિ. નોકરીયાત મંડળનાં ગંગાધરભાઇ રાવળ, એચએમએસનાં ભાવનાબેન રાવળ, કમલેશભાઇ ભટ્ટ, ગુજરાત બેન્ક વર્કસ યુનિયનનાં જયેશભાઇ ઓઝા, કોમરેડ મેડકીલ વાળા પ્રવિણભાઇ યાદવ, ભાવનગર કામદાર સંઘના પ્રમુખ અશોકભાઇ સોમપુરા, જનવાદી મહિલા સમિતિનાં નલિનીબેન જાડેજા, હંસાબેન બારૈયા, ભાવનગર લેબર યુનિયનનાં કે.એન. સીંગ, મજુર ક્લ્યાણ સંઘના ઘનશ્યામભાઇ પારેખ, સહિતના આગેવાનોએ વર્તમાન સમયમાં શ્રમજીવીઓની માંગણીઓ દોહરાવી હતી.

Previous articleઆર્યસમાજ ભાવનગર દ્વારા આર્યવીર દળનો શુભારંભ
Next articleમેગાન ફોક્સ  સારી ફિલ્મો મળશે તો ઇનકાર નહી કરે