હુમા કુરેશી પણ હાલ કોઇ મોટી ફિલ્મ કરી રહી નથી

785

બોલિવુડની અભિનેત્રી હુમા કુરેશી તમામ પ્રકારની કુશળતા ધરાવે છે  અને ખુબસુરતી પણ ધરાવે છે છતાં તેને બોલિવુડમાં કોઇ મોટી ફિલ્મ હાથ લાગી રહી નથી. હુમાએ કહ્યુ છે કે તે બોલિવુડમાં તમામ સફળતા પોતાની રીતે હાંસલ કરી રહી છે. તેને કોઇએ લોંચ કરી ન હતી. પોતાની મહેનતથી જ તમામ રોલ મેળવ્યા છે. હુમા કુરેશી દક્ષિણ ભારતની ફિલ્મમાં પણ કામ કરી રહી છે. અક્ષય કુમારની સાથે તેની કોર્ટ ડ્રામા ફિલ્મ જોલી એલએલબી-૨ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યા બાદ તે ખુશ છે. તેની પાસે વધારે ફિલ્મો આવી રહી છે. આશાસ્પદ અભિનેત્રી હુમા કુરેશીએ પોતાની પાંચ વર્ષની કેરિયર દરમિયાન મોટા ભાગે મલ્ટીસ્ટાર ફિલ્મો કરી છે.પરંતુ તેનુ કહેવુ છે કે તે દરેક રોલ પોતાની તાકાત પર મેળવી રહી છે. પોતાની તાકાતના લીધે જ બોલિવુડમાં ઓળખ ઉભી કરી હોવાનો હુમાએ દાવો કર્યો છે. ૩૧ વર્ષીય અભિનેત્રી હુમા કુરેશીએ વર્ષ ૨૦૧૨માં ગેંગ્સ ઓફ વાસેપુર મારફતે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ કેટલીક શક્તિશાળી ભૂમિકા અદા કરી હતી. ડી ડે , ડેઢ ઇશ્કિયા અને એક થી ડાયન જેવી ફિલ્મમાં તે કામ કરી ચુકી છે. તેનુ કહેવુ છે કે ડેઢ ઇશ્કિયા સુધી તમામ ફિલ્મમાં ઓડિશન આપી હોવાનો દાવો હુમાએ કર્યો છે. તેનુ કહેવુ છે કે તેને ફિલ્મો તેની મહેનતના કારણે મળી રહી છે. જો કે હવે તેની સ્થિતી પહેલા કરતા સારી થઇ છે. તેનુ કહેવુ છે કે જે ફિલ્મોમાં પણ તે કામ કરી ગઇ છે તે ફિલ્મોના રોલ તેના માટે તૈયાર કરવામાં આવ્યા ન હતા. તેના માટે યોજના બનાવવામાં આવી ન હતી.

કોઅએ તેને લોંચ કરવાનો નિર્ણય કર્યો ન હતો. હુમા કુરેશી વધુ સફળતા મેળવી લેવા માટે આશાવાદી છે. રજનિકાંત સાથે કામ કર્યા બાદ દક્ષિણ ભારતની ફિલ્મોમાં નજરે પડી શકે છે.

Previous articleસલમાન ખાન સાથે એમી જેક્સન કિક-૨માં દેખાશે
Next articleકોલકત્તા-કિંગ્સ ઇલેવનની વચ્ચે રોચક જંગ રહી શકે