હિમાચલમાં ૨૫ કરોડ વર્ષ જૂના વિશાળકાય વૃક્ષના અવશેષ મળ્યા

389

હિમાચલ પ્રદેશના શિમલા વિસ્તારમાં કરોડો વર્ષ જૂના એક વિશાળકાય વૃક્ષના અવશેષ મળ્યા છે. શિમલાથી ૭૦ કિમી દૂરના ઊભા પથ્થરમાં આ અવશેષ મળ્યા છે. મળતી માહિતી મુજબ આ અવશેષ મેસોજોઇક જિયોલોજિકલ ઈરાના સમયના છે. હિમાચલ પ્રદેશ રાજ્ય સંગ્રહાલયના ક્યૂરેટર હરીશ ચૌહાણે જણાવ્યું કે રોહડૂના ડીએફઓ તરફથી વૃક્ષના અવશેષ મળવાની સૂચના મળી હતી. હરીશ ચૌહાણે જણાવ્યું કે આવતા સપ્તાહ સુધી સંગ્રહાલયની ટીમ ઘટનાસ્થળની મુલાકાત કરશે. ત્યારબાદ જ અવશેષ કેટલા જૂના છે, તેના વિશે જાણકારી આપી શકાશે.

મળતી જાણકારી મુજબ, હિમાચલ વન વિભાગની એક ટીમ વિસ્તારમાં વૃક્ષછેદનને રોકવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી, આ દરમિયાન તેમને પથ્થરમાં આ વિશાળકાય વૃક્ષના અવશેષ મળ્યા છે. અનુમાન છે કે પૃથ્વી પર ડાયનાસોરની ઉપસ્થિતિના સમયના આ અવશેષ છે. શરુઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આ અવશેષ મેસોજોઇક કાળના છે. ભૂવૈજ્ઞાનિકોએ ફેનોરોજોઇક કાળ મુજબ પૃથ્વીના ઈતિહાસને ત્રણ ભાગમાં વિભાજિત કર્યો છે. મેસોજોઇક કાળ હિસ્સામાં આવે છે. આ દરમિયાન ધરતી પર ડાયનાસોર હયાત હતા. મેસોજોઇક યુગ ૨૫૨.૨ મિલિયન વર્ષ પહેલા શરૂ થયો અને તે ૬૬ મિલિયન વર્ષ પહેલા સમાપ્ત થયો હતો.

 

Previous articleઉથલપાથલ વચ્ચે સેંસેક્સ ૫૦ પોઇન્ટ ઘટી બંધ રહ્યો
Next articleજાકીર નાઇકની વિરૂદ્ધ ચાર્જશીટ