એકટીવ ફાર્મા ઇન્ગ્રેડીયન્ટ્સ અને ડોમેસ્ટીક તેમજ આંતર રાષ્ટ્રીય એક્સપોર્ટ માર્કેટમાં ફાઇન કેમિકલ્સ મેન્યુફેક્ચરર પાર ડ્રગ્સ એન્ડ કેમિકલ્સ લીમીટેડ, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડીયા લિમિટેડના ઇમર્જ પ્લેટફોર્મ પર ઇનીશીયલ પબ્લિક ઓફરીંગ રજુ કરશે. જે ૦૩ મે ૨૦૧૯ શુક્રવારના રોજ ખુલશે અને ૦૮ મે ૨૦૧૯, બુધવારના રોજ બંધ થશે. જેમાં ફેસવેલ્યુ રૂા.૧૦ પ્રતિના દરે ફિક્સ પ્રાઇઝ ઇશ્યુ રૂા.૫૧ પ્રતિ ઇક્વિટી શેર રહેશે. ઇશ્યુ અને નેટ ઇશ્યુ અમારી કંપનીની ફુલ્લી ડીલ્યુટેડ પોસ્ટ ઇશ્યુ ઇક્વિટી શેર મૂડીમાં અનુક્રમે ૨૭.૧૮ ટકા અને ૨૫.૩૨ ટકાનો ઉમેરશે. ઇક્વિટી શેરનો ફેસ વેલ્યુ રૂા.૧૦ ઇક્વિટી શેર છે. ઉભી થયેલી રકમનો ઉપયોગ કંપનીની વર્કિંગ કેપિટલ રીક્વાયરમેન્ટ તેમજ જનરલ કોર્પોરેટ માટે થશે. પેન્ટોમેથ કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લીમીટેડ આ ઇશ્યુના લીડ મેનેજર છે. અને લીંક ઇનટાઇમ ઇન્ડીયા પ્રાઇવેટ લીમીટેડ એ આ ઇશ્યુના રજીસ્ટ્રેટર છે. પાર ડ્રગ્સ એન્ડ કેમિકલ્સ લીમીટેડના ઇક્વીટી શેર એનએસઇ લીમીટેડના ઇમર્જ પ્લેટફોર્મ પર લીસ્ટેડ થવા માટે પ્રપોઝ્ડ છે.