વિનાશકારી અને તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ચુકેલા તોફાન અને વાવાઝોડા ફનીને લઇને અસર દેખાવવા લાગી ગઈ છે. પ્રચંડ તાકાત સાથે ત્રાટકે તેના એક દિવસમાં જ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના વિવિધ ભાગોમાં વરસાદની શરૂઆત થઇ ચુકી છે. આવતીકાલે આ વાવાઝોડુ જોરદારરીતે ત્રાટકનાર છે. ત્રીજી મેના દિવસે બપોર સુધીમાં ઓરિસ્સા અને આસપાસના વિસ્તારોમાં તે ત્રાટકનાર છે. રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે નુકસાન ચક્રવાતી વાવાઝોડા ફનીના કારણે થઇ શકે છે. અતિભારે વરસાદ અને પ્રચંડ વાવાઝોડાના કારણે નુકસાનને પહોંચી વળવા માટે તૈયારી કરી લેવામાં આવી છે. હાલમાં વાવાઝોડુ ઓરિસ્સાના દરિયાકાંઠાથી આશરે ૪૫૦ કિલોમીટરના અંતરે સ્થિત છે. આ વાવાઝોડુ હવે છેલ્લા છ કલાકમાં પ્રતિકલાક પાંચ કિલોમીટરની ઝડપથી આગળ વધી રહ્યું છે. ઉરીના દક્ષિણ કાંઠાના વિસ્તારોમાં તે ત્રાટકનાર છે. ગંજામ, ગજપતિ, ખુરદા, પુરી, જગતસિંગપુર, કેન્દ્રપાડા, ભાદ્રક, જાજપુર અને બાલાસોરમાં પ્રચંડ પવન સાથે ભારે વરસાદ થશે. જો કે, ઓરિસ્સાના વિવિધ ભાગોમાં વરસાદની શરૂઆત થઇ ચુકી છે. બીજી બાજુ પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશમાં પણ તેની અસર જોવા મળશે. બંગાળની વાત કરવામાં આવે તો પૂર્વ અને પશ્ચિમ મિદનાપુર, દક્ષિણ અને ઉત્તર ચોવીસ પરગના અને હાવડા, હુબલી, જરગ્રામ, કોલકાતા, શ્રીકાકુલુમ, વિજયાનગરમ, વિશાખાપટ્ટનમમાં પણ ભારે વરસાદ સાથે તોફાન આવી શકે છે. આંધ્રપ્રદેશમાં ફનીની અસર શ્રીકાકાલુમ, વિજયાનગરમ અને વિશાખાપટ્ટનમ જિલ્લામાં થઇ શકે છે. આઠ લાખથી વધુ લોકોને ખસેડવામાં આવી ચુક્યા છે. આવતીકાલે આ વાવાઝોડુ પ્રચંડ તાકાત સાથે ઓરિસ્સામાં ત્રાટક્યા બાદ ચોથી મેના દિવસે સવારે પશ્ચિમ બંગાળમાં ત્રાટકશે. ઓરિસ્સા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે, સાયક્લોન ફનીના કારણે આવતીકાલે ભારે વરસાદ થશે. વરસાદની શરૂઆત થઇ ચુકી છે. ૧૦૩ ટ્રેનો રદ કરવામાં આવી ચુકી છે. ફની વાવાઝોડાની અસર હેઠળ બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
વાવાઝોડાની અસર હેઠળ તમામ એરલાઈન્સોને પણ મદદ માટે તૈયાર રહેવા કહેવામાં આવી ચુક્યું છે. દરિયાકાંઠાના વિસ્તારમાંથી ૮૦ લાખથી વધુ લોકોને બસ, બોટ અને ટ્રેન મારફતે ખસેડવામાં આવી ચુક્યા છે. ભારે દહેશત પણ લોકોમાં દેખાઈ રહી છે. આંધ્ર અને ઓરિસ્સામાં વરસાદની શરૂઆત થઇ ચુકી છે. ટ્રેનો માટે પણ કેટલીક સૂચનાઓ જારી કરાઈ છે. ઓરિસ્સાના દરિયાકાઠા પર ફોની ચક્રવાતનુ સંકટ તોળાઇ રહ્યુ છે. આને લઇને વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. રાજ્ય સરકારે દરિયાકાઠાના વિસ્તારોમાંથી લાખો લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડી દીધા છે. દરિયાકાઠાના વિસ્તાર અને નીચલા વિસ્તારમાં રહેતા આઠ લાખ લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડી દેવામાં આવ્યા છે. બેઠકોનો દોર ચાલી રહ્યો છે. મુખ્યપ્રધાન નવીન પટનાઇકના નેતૃત્વમાં સચિવાલયમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી રહી છે. પ્રદેશ આરોગ્ય વિભાગના કર્મચારીઓની ૧૫ મે સુધી રજા રદ કરવામાં આવી ચુકી છે. જે રજા પર હતા તેમને બુધવાર સુધી પરત બોલાવી લેવામાં આવ્યા હતા. કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા માટે તમામ તૈયારી કરવામાં આવી છે. ભુવનેશ્વરના હવામાન વિભાગે કહ્યુ છે કે દક્ષિણ ઓરિસ્સામાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ થનાર છે. ફોની વાવાઝોડુ આવતીકાલે શુક્રવારના દિવસે ઓરિસ્સાના દરિયાકાંઠા પર ગોપાલપુર અને ચાંદબલીમાં ત્રાટકે તેવી શક્યતા છે.અધિકારીઓના કહેવા મુજબ હાલમાં ચક્રવાદી ફની ઓરિસ્સાથી ૭૬૦ કિલોમીટરના દક્ષિણ પશ્ચિમ અને વિશાખાપટ્ટનમથી ૫૬૦ કિલોમીટર દક્ષિણ પૂર્વ તથા ત્રિણમલ્લીથી ૬૬૦ કિલોમીટરના ઉત્તર-ઉત્તરપૂર્વ શ્રીલંકામાં સ્થિત છે. ચક્રવાતને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે એડવાન્સમાં ચાર રાજ્યો માટે ૧૦૮૬ કરોડની રકમ જાહેર કરી દેવામાં આવી છે. આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, તમિળનાડુ અને બંગાળ પર ખતરો તોળાઈ રહ્યો છે. તોફાનથી બચવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે. ફનીના ભારતીય પૂર્વીય દરિયાકાંઠા તરફ વધવાને લઇને નૌસેના અને દરિયાકાંઠાના રક્ષકોના જહાજ અને હેલિકોપ્ટરોને તૈનાત કરાયા છે.