વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સુપર સાયક્લોનિક વાવાઝોડાની અસર વધારે રહેનાર છે તેવા અહેવાલ આવ્યા બાદ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. વડાપ્રધાને આજે તૈયારીને લઇને સમીક્ષા બેઠખ યોજી હતી. ઓરિસ્સામાં બચાવ અને રાહત ટીમો હાઈએલર્ટ પર મુકી દેવામાં આવી છે. આવતીકાલે સવારે આઠ વાગ્યાથી લઇને ૧૦ વાગ્યા વચ્ચે ઉરી નજીક ગોપાલપુર પાસે ત્રાટકી શકે છે. લાખો લોકોને ખસેડી લેવાયા છે. ૧૩ જિલ્લાઓના નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખસેડવામાં આવ્યા છે. ૧૯૯૯માં સુપર સાયક્લોન બાદથી આને સૌથી વિનાશકારી ચક્રવાત તરીકે ગણવામાં આવે છે તે વખતે ઓરિસ્સામાં ભારે વિનાશ થયો હતો અને ૧૦૦૦૦ લોકોના મોત થયા હતા અને નુકસાન અભૂતપૂર્વ રહ્યું હતું.
હવામાન વિભાગના કહેવા મુજબ દરિયાકાંઠાના ઓરિસ્સામાંથી લાખો લોકોને ખસેડી લેવામાં આવ્યા છે. તૈયારી તીવ્ર કરાઈ છે.