રૂપિયાની લેતી-દેતી મામલે ભત્રીજાએ કાકાની હત્યા કરતા ખળભળાટ

1239

આપણા સમાજમાં કેટલાક એવા કિસ્સાઓ સામે આવે છે જેને જોઈને સંબંધો પરથી વિશ્વાસ ઉડી જાય છે. મોરબીમાં એક કંપારી છુટે તેવી ઘટના સામે આવી છે. સગા ભત્રીજાએ કાકાને સમાધાન માટે બોલાવ્યા હતા.

હુમલામાં ત્રણ લોકોને ગંભીર હાલતમાં સારવા અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટિનુભા પ્રહલાદસિંહ જાડેજાની તિક્ષણ હથિયારના ઘા ઝીકી કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ટ્રાવેલ્સના ડ્રાઈવરને ભત્રીજા જયરાજે આપેલા રૂપિયાની લેતી દેતી મામલે કાકાએ ઠપકો આપતા હત્યા નિપજાવી હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. આ મામલે કાર પર બે રાઉન્ડ ફાયરિંગ થયાની પણ શંકા સેવાઈ રહી છે.મૃતકના ભત્રીજા જયરાજ વિજયસિંહ જાડેજા,અજયસિંહ વિજયસિંહ જાડેજા સહિત પાંચ ઈસમોએ હુમલો કર્યાની આશંકા છે. સમાધાન માટે બોલાવી હુમલો કર્યાનો ભત્રીજા પર આરોપ છે.

ટ્રાવેલ્સના ડ્રાઈવરને આપેલા રૂપિયાની લેતી દેતી મામલે હત્યા થઈ છે. ભત્રીજા જયરાજસિંહ સહિત ૫ લોકોએ હુમલો કર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ડ્રાઈવરને આપેલા રૂપિયા મામલે કાકાએ આપ્યો હતો ઠપકો. પોલીસે બનાવની નોંધ કરી ફરિયાદની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleનરેન્દ્ર મોદીની પણ શ્રેણીબદ્ધ સમીક્ષા બેઠકો શરૂ થઇ ગઇ
Next articleદહેગામમાં મામેરું લઇને જઇ રહેલા પરિવારના મહિલા, યુવાનનાં મૃત્યુઃ ૧૫ ઘાયલ