અમદાવાદમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બે લોકોની ધરપકડ કરી છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી મુંબઇનું નેટવર્ક ઝડપાયું છે. ક્રાઇમબ્રાન્ચે મુંબઇના જીત જૈન અને કુનીક જૈનને ઝડપી પાડ્યા છે. મેચ રમવા સુરતના મૌલિક પટેલે આઈડી આપ્યાનું ખુલ્યું છે. જેમાં ૮ મોબાઈલ, લેપટોપ અને એલસીડી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો આ તરફ રાજકોટમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં યાજ્ઞિક રોડ પર આવેલ રાજકમલ એપાર્ટમેન્ટમાં દરોડા પાડતા ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં મોટા બુકીઓ સહિત અનેક લોકોની સંડોવણી સામે આવી છે.
મહત્વનું છે કે, સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ ચાલતું સટ્ટા બજાર ઝડપાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ૭ જેટલા લોકોની પૂછપરછની તજવીજ હાથધરવામાં આવી. જેમાં સચિન ઠક્કર સહિત ૫૦ જેટલા બુકીઓના નામ સામે આવ્યા છે.