હવે જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ પાણીની સમસ્યા ઉભી થતી જાય છે હાલમાં ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, બીજીબાજુ ગરમીમા રાહત માટે જીવન જરૂરિયાતનું પાણી જ ન મળે સમયસર ન મળે તો હાલત કેવી થાય. હવે તો કોઈ વ્યવસ્થા દેખાય તેમ નથી. ગામ મોટુ અને પાણીની વ્યવસ્થા વગર હવે હાલાકી મોટી. હવે સાબરકાંઠામા પારાવાર પાણીની સમસ્યા વધતી જાય છે
હવે ઇડરનો પશ્ચિમ વિભાગનો ભાગ અછત ગ્રસ્ત જાહેર થાય તેવી સ્થિતિ સર્જાઈ છે આ બાબતે સૌથી વધુ પાણીની સમસ્યા માટે અગ્રેસર માત્ર સંદેશ ચેનલ આગળ રહ્યું છે.
સાબરકાંઠામા પાણીની સમસ્યા બાબતે કોઈએ હજી સુધી નોંધ નથી લીધી એવા સમયે પાણી વગર લોકોની વહારે પહોંચી અમારી સંદેશ ટીમ. જે જિલ્લામાં પાણી માટે તંત્ર હજી તે બાબતે ઘોર નિદ્રામાં છે ત્યા અમારી ટીમ પહોંચી છે સાબરકાંઠાના ઇડર તાલુકાનો પશ્ચિમ વિભાગ એવો નથી જ્યા પાણીની સમસ્યા ન હોય, બીજા તાલુકાઓમાં પાણીની મોકાણ ઉઠવા પામી છે. ઇડર તાલુકાનું પશ્ચિમ વિભાગના ગામો હાલ પાણી વગર બરાડા પાડી રહયા છે.
જેમાં રતનપુર ગામે જોતા આ ગામ ૨૦ દિવસે પાણી પીવા ભેગુ થાય છે. અહીંયા ગામના બોર છે તેમા પાણી નહિવત હોવાના કારણે હવે દૂર દૂર બીજા ગામોના ભાગથી અહીંયા પાણી અપાય છે પનબટે પણ ૧૨૦૦ ટીડીએસ ક્ષર યુકત કે જે પીવું મુશ્કેલ છે. અહીંયા આજુબાજુના વિસ્તારોના કુવામા પાણીના સ્તર ખતમ થયા છે અને નદીઓ, તળાવો, જળાશયો ખાલીખમ થવા આવ્યા છે અને સરકાર કહે છે કે પાણી માટે વૈકલ્પિક વ્યવસ્થા આ ગામો માટે કોઈ દેખાય તેમ લાગતું નથી. હવે ૨લોકો ને પોતાને પીવા અને પશુધન માટે પાણી એ હાલમાં એક બુંદ પાણીનું અહીંયા કિંમત દેખાઈ રહી છે.
અહીંયા પીવામાં પાણી ધરોઈ યોજનાનું પાણી આપાય છે તે પણ થોડા થોડા દિવસોના અંતરે તેથી હવે આ લોકો ટેંકર રાજ આવનાર સમયમાં આવશે તેવું લાગશે. પણ હવે પાણી માટે લોકો કરે તો શું કરે કેમ કે આજુબાજુના ગામોમા પાણીની અછતના ડાકલા વાગતા લોકો હવે માત્ર કુદરત આ વર્ષે વરસાદ પર રાહ જોઈ રહ્યા છે પણ હજુ ૨ મહિના કેમ નીકળશે તે વિચારીને લોકોને પગ નીચેથી જમીન સરકી જાય તેવું દેખાઈ રહ્યું છે. આ ગામમાં બે પોલિટિકલ પક્ષની લડાઈમા હાલ ગ્રામ વાસીઓ દયનિય હાલતમા છે પણ ગામના લોકો સદ્ધર હોવા છતાં હાલ આ લોકો પાણી માટે લાચાર સાબિત થયા છે.