કચ્છ જીલ્લામાં ઓછા વરસાદ થવાને અછત ની પરિસ્થિતિ ઉભી થયેલ છે. કચ્છ જીલ્લામાં પશુધન ની સંખ્યા બહોળા પ્રમાણમાં હોઈ તેના નિભાવ માટે ઘાસચારો તેમજ પાણીની પ્રાથમિક જરૂરીયાત રહે છે. ઓછા વરસાદ ને કારણે ચોમાસામાં ઘાસચારા પાકો તેમજ અન્ય પાકોનું વાવેતર ઓછું થયેલું હતું.
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર કચ્છ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરતા ખેતીવાડી વિભાગ, આત્મા યોજના, સરહદ ડેરી તથા અન્ય સામાજીક સંસ્થાઓ દ્વારા પિયત ની સુવિધા ધરાવતા ખેડૂતો વધુમાં વધુ ઘાસચારાનું વાવેતર કરે તેવા પ્રયત્નો કરવામાં આવેલો છે. ખેતીવાડી વિભાગ, જીલ્લા પંચાયત, કચ્છ દ્વારા રૂ.૧૮.૫૭ લાખ ની સહાય થી ૨૨૯૬ ઘાસચારા કિટ (૭૫% સહાય થી) વિતરણ કરવામાં આવેલ,ત્યાર બાદ ખેતીવાડી વિભાગ, ગાંધીનગર દ્વારા અછત અંગે આરકેવીવાય એએફડીપી હેઠળ ખાસ યોજના મંજુર કરી આ પ્રોજેક્ટ અંર્તગત કુલ રૂ. ૧૫૬.૬૫ લાખ ની ૧૪૪૩૦ વિનામુલ્યે ઘાસચારા કિટ નું વિતરણ પુર્ણ કરવામાં આવ્યું છે.
સરહદ ડેરી દ્રારા પણ ડેરીના સભ્ય ખેડૂતોને કુલ ૧૦૦૦૦ કિટ નું વિતરણ કરવામાં આવ્યુ છે. શ્રી સર્વ સેવા સંઘ, કચ્છ દ્વારા ૮૦૦ ખેડૂતોને ૫૦% સહાય થી ઘાસચારા મકાઈ બિયારણ વિતરણ કરવામાં આવ્યું છે, તેમજ ૫૦ ખેડૂતોને વિનામુલ્યે ઘાચચારા કિટ ઉપરાંત ૨૩ પાંજરાપોળોને વિનામુલ્યે ઘાસચારા મકાઈ બિયારણ ની કિટ વિતરણ કરવામાં આવેલ છે.