ગુજરાતના બહુચર્ચિત એવા ઈશરત જહા એન્કાઉન્ટર કેસ મામલે આજે એન.કે.અમીન અને ડીજી વણઝારાની ડિસ્ચાર્જ અરજી પર ઝ્રમ્ૈં કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. કોર્ટે આ અરજીને મંજૂર કરી છે. કોર્ટે કહ્યું કે, બંને સામે ૧૯૭ મુજબ કાર્યવાહી ન થાય. ત્યારે હેવ ડીજી વણઝારા અને એન.કે અમીનની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરી છે. ૧૫ હજારના બોન્ડ પર જામીન અરજી મંજૂર કરાઈ છે. આગામી દિવસોમાં બંને અધિકારીઓ સામે કોઈ પણ કેસ ચાલશે નહિ. આ ચુકાદા બાદ બંને અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અધિકારીઓએ ૮ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. જેના બાદ બંનેના પરિવારજનોમાં પણ ખુશીના સમાચાર છવાઈ ગયા હતા. બંની મુક્તિથી કોર્ટ બહાર વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લાગ્યા હતા.
વણઝારા અને અમીને ૨૬ માર્ચના રોજ સીબીઆઈ કોર્ટમાં પિટિશન ફાઈલ કરીને તેમને આ કેસમાંથી અને કોર્ટની કાર્યવાહીમાંથી તુરંત જ મુક્ત કરવા માગ કરી હતી. ગુજરાત સરકારે આ કેસમાં બંને અધિકારીઓ સામે સીબીઆઈને કેસ ચલાવવાની મંજૂરી ન આપતા આ પિટિશન ફાઈલ કરવામાં આવી હતી. કલમ ૧૯૭ હેઠળ ફરજના ભાગ રુપે સરકારી અધિકારી દ્વારા કરવામાં આવેલા કોઈપણ કામ સામે કેસ ચલાવવા સરકારની મંજૂરી લેવી આવશ્યક છે.
ઈશરતની માતા શમિમા કૌસરે કોર્ટમાં દલીલ કરી હતી કે આ પિટિશન કાયદાકીય રીતે ટકી શકે તેમ નથી અને તે હકીકતથી વિપરિત છે. સરકારને આ બંને નિવૃત્ત અધિકારીઓ સામે કેસ ચલાવવાની મંજૂરી ન આપવાનો કોઈ અધિકાર નથી. જોકે, કોર્ટે આ દલીલને ફગાવી દઈ વણઝારા અને અમીનની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
ઈશરત જહાંની સાથે જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લઈ, અમજદઅલી અકબરઅલી રાણા અને ઝીશાન જોહરનું ગુજરાત પોલીસ સાથે થયેલા એન્કાઉન્ટરમાં મોત થયું હતુ. ૧૫ જુન ૨૦૦૪ના રોજ કોતરપુર વિસ્તારમાં આ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. પોલીસના દાવા અનુસાર માર્યા ગયેલા તમામ લોકો આતંકવાદી હતાં અને તેઓ તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીની હત્યા કરવા ગુજરાત આવ્યાં હતાં.