વિદ્યાર્થીઓને ગણિત વિષય અઘરો ન લાગે તેમાં સરળતાથી સમજી શકાય તેવા મોડેલ્સ બનાવી તેના એકમની સંકલ્પના સ્પષ્ટ કરે તે માટે વિજ્ઞાનનગરી દ્વારા ત્રિ-દિવસીય ગણિત તથા મોડેલ્સ મેકીંગ કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિવિધ શાળાનાં ધો.૫ થી ધો.૮નાં બાળકો ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે. તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.