કેવો તાપ પડે છે ? હજુ વધુ પડવાનો છે ! આકાશમાંથી સૂરજના આકરાં તાપને હળવા કરનાર ઝાડવા હવે કપાવા માંડ્યા છે. પરિણામે પૃથ્વી પર આ તાપને ટાઢો પાડવા માટે શું ? ઝાડ નથી, વરસાદ નથી, નદી નથી, તળાવ નથી.. ઠંકડ હવે રહી નથી. આ દ્દશ્ય જૂઓ.. જોવાથી જ ટાઢક મળે છે ને ? ભાવનગરથી મહુવાનો આ માર્ગ આમ ઝાડવાથી ઢંકાયેલો હતો. ગમે તેવું છે ને ? પણ નથી..! એક તરફ વૃક્ષો કાપીને રસ્તો પહોલો કરવાનું કામ થતું નથી, બંને બાજુ ઝાડવાનો સોથ બોલી દેવાયો છે. રસ્તા પહોળા થયા છે પણ સૌંદર્ય કે ઠંડક નથી..!!