સુખભાદર ડેમમાંથી પાણી મેળવતા રાણપુરમાં પીવાના પાણીનો વિકટ પ્રશ્ન ઉભો થવાની ભીતી સેવાઈ રહી છે.કારણ કે ડેમમાંથી પાણીની ચોરી થઈ રહી છે આથી એસ.આર.પી.નો બંદોબસ્ત મુકવા રજુઆત કરાઈ છે
બોટાદ જીલ્લાના રાણપુરને સુખભાદર ડેમમાંથી પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે.આ વર્ષે વરસાદ નહી થતા આ ડેમ પુરતો ભરાયેલો નથી તેને લઈને રાણપુરની જનતાના પાણીની જરૂરીયાત પુરી કરવા સૌની યોજના હેઠળ સુખભાદર ડેમમાં પાણી નાંખવામાં આવ્યુ હતુ.પરંતુ સુખભાદર ડેમની આજુબાજુના ગામડાવાળા દેવડા,નોલી ના માથાભારે લોકોએ ડેમમાંથી પાણી ચોરવાનુ શરૂ કરીને ખેતરમાં પાક વાવતા હવે આ સુખભાદર ડેમના તળીયા દેખાવા માંડતા રાણપુર ને પીવાના પાણીનો વિકટ પ્રશ્ન નડશે તેમ જણાતા પાળીયાદ સિંચાઈ વિભાગના એચ.એ.જાસોલીયા,બોટાદ સિંચાઈ,સુરેન્દ્રનગર જીલ્લા પોલિસ વડાને પત્ર લખી સુખભાદર ડેમ પર પાણી ચોરી અટકાવવા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના તંત્ર ના ખર્ચે એસ.આર.પી.ના બંદોબસ્ત ની માંગણી કરેલ છે