ઝડકલા ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયું

970

આર.આર. સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની બાતમી આધારે જેસર તાબેના ઝડકલા ગામની સીમમાં નીરૂભા જસુભા સરવૈયાની વાડીમાં જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા ઇસમો જયેન્દ્રસિંહ દેવુભા સરવૈયા ઉ.વ.૩૯, શામજીભાઇ માવજીભાઇ ઠંઠ ઉ.વ.૪૯, મનીષભાઇ હકુભાઇ ધરજીયા ઉ.વ.૪૨,  મહેશભાઇ ઉર્ફે મહેન્દ્રભાઇ કેશુભાઇ ઠુંમર ઉ.વ.૪૫, સંદીપભાઇ દેવશીભાઇ ઉભડા ઉ.વ.૩૨, ભરતભાઇ ભગવાનભાઇ કલોલા ઉ.વ.૪૫, રસીકભાઇ પોપટભાઇ રૂપાલીયા ઉ.વ.૪૫,  બાલુભાઇ ધનજીભાઇ વિરમગામા ઉ.વ.૩૫, વિપુલભાઇ રાઘવભાઇ સીંધવ ઉ.વ.૨૫, રસીકભાઇ બાબુભાઇ દસલાણી ઉ.વ.૪૪, મુકેશભાઇ લીંબાભાઇ ભાલીયા ઉ.વ.૩૫, સંજયભાઇ નાથાભાઇ સીંધવ ઉ.વ.૩૨, દીલીપસિંહ દેવુભા સરવૈયા ઉ.વ.૫૧ વાળાઓને રોકડ રૂપિયા રૂ઼ ૩,૮૯,૦૦૦/- મોબાઇલ ફોન-૧૫ તથા કાર-૧ તથા ગંજીપાના તેમજ પ્લાસ્ટીકના જુદા જુદા નંબરના કોઇન મળી કુલ રૂપિયા ૮,૩૯,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે તેમજ આરોપી નીરૂભા જસુભા સરવૈયા રહેવાસી-ઝડકલા ગામ, વાળા રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ નહિ જે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી જેસર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ કામગીરીમાં આર.આર.સેલ.ના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર, એ.એસ.આઇ. પ્રદીપસિંહ સરવૈયા, હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ, બાબાભાઇ આહીર, જીતેન્દ્રસિંહ જાડેજા, અરવિંદભાઇ મકવાણા, સોહીલભાઇ ચોકીયા, જયપાલસિંહ ગોહીલ જોડાયા હતા.

Previous articleસુખભાદર ડેમ ઉપર બંદોબસ્ત મુકવા માંગણી
Next articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી