બાબરા શહેર માં ધોમધખતા ઉનાળા અને મોંઘવારીના સમયે મધ્યમ અને ગરીબો માટે દોહલી બની ગયેલી ધરતી ઉપર અમૃત ગણાતી છાશ નું છેલ્લા ચઉદવર્ષ થી વિનામુલ્યે ૭૦૦ પરિવાર જનો હરીપ્રકાશ છાશ કેન્દ્ર ના ઉપકર્મે લાભ લઈ રહ્યા છે
પરિવાર ના અંદાજીત ૩૫૦૦ લાભાર્થી માટે સંસ્થા દ્વારા કાર્ડ સીસ્ટમ ઉભી કરી અને વહેલી સવાર ના જૈન ઉપાશ્રય ખાતે ૬ વાગ્યા થી અમૃત છાશ ના વિતરણ સમયે અબાલ માતા બહેનો બાળકો વૃધો ની લાંબી કતારો જોવા મળે છે
કેન્દ્ર ના મુખ્ય સંચાલક હરેશભાઈ રમણીકલાલ જસાણી ના જણાવ્યા મુજબ બાબરા શહેર માં જુદા જુદા વિસ્તાર માં રહેતા ગરીબ મધ્યમ પરિવારો ની ઉનાળા ના સમયે સ્થિતિ ધ્યાને રાખી ૧૪ વર્ષ પહેલા ૫૦ પરિવારો ના લાભાર્થે શરૂ કરેલું સેવા કાર્ય આજે એક પરિવાર નું વટવ્રુક્ષ બની ચુક્યું છે અને ૭૦૦ પરિવારો માટે વિનામુલ્યે છાશ નું વિતરણ કરવા માં આવી રહ્યું છે
બાબરા શહેર ના જુદા જુદા દાતા અને સ્થાનિક સંસ્થા ના આર્થિક અનુદાન થી દૂધ ની ખરીદી કરી અને તેમાંથી છાશ બનાવવા માં આવે છે હરીપ્રકાશ છાશ કેન્દ્ર દ્વારા દૂધ માંથી બનતા શુદ્ધ ઘી જરૂરીયાત મંદ લોકો ને બઝાર ભાવ થી ઓછી કીમતે આપી અને સેવા કાર્ય માં આવી રકમો પણ ઉપયોગ માં લેવા માં આવે છે ધોમધખતા ઉનાળા માં છાશ કેન્દ્ર ચલાવવા વહેલી સવારથી હરેશભાઈ જસાણી ધર્મેન્દ્રભાઈ સોલંકી ચંદ્રકાંતભાઈ સેજપાલ અતુલભાઈ સાંગાણી હરજીભાઈ સહિત ના સેવાભાવી લોકો સેવા કાર્યમાં જોડાવા પામે છે.