બોટાદ જીલ્લાના રાણપુર શહેરની વસ્તી આશરે ૨૫૦૦૦ ની છે ભર ઉનાળે રાણપુરને દસ દિવસે પીવાનું પાણી મળતુ હોવાની વ્યાપક ફરીયાદ ને લઈ આજરોજ બરવાળા પાણીપુરવઠા બોર્ડ ના કાર્યપાલક ઇજનેર જે.પી.ચુડાસમા,રાણપુર ટી.ડી.ઓ. તથા રાણપુર સરપંચ સહીત અધિકારીઓ રાણપુર ને પુરૂ પાડતા પીવાના પાણીના સમ્પ ઉપર દોડી આવ્યા હતા.રાણપુરને દસ દિવસે મળતુ પીવાનું પાણી ને લઈ માહીતી મેળવી હતી.જ્યારે રાણપુર ટી.ડી.ઓ.એ રાણપુરના ઔદ્યોગિક ગૃહોના જોડાણો કાપી નાખવા સરપંચને આદેશ કર્યા છે તથા રાણપુર ના તમામ ગેરકાયદેસર નળ કનેક્શનો દુર કરવામાં આવે અને ત્રણ ક્લાક થી વધારે પાણી ન આપવા સુચના આપવામાં આવેલ જેથી ત્રણ-ચાર દિવસે પાણી વિતરણ કરી શકાય,ભુતકાળની પાણી વિતરણની વ્યવસ્થાની ખામીને લીધે અથવા લેભાગુ હીત જળવાઈ તેવા વહીવટમાં ઘણા લોકોને ૮ ક્લાક પાણી આવે છે.જ્યારે ઘણાને ૨૪ ક્લાક પાણી મળે છે.ભુતકાળમાં કરેલી ભુલો ને તાત્કાલિક સુધારવાની જરૂર છે.પાણી પુરવઠા અધિકારીઓ દ્વારા રાણપુરની પાણીની આવક ની તપાસ કરેલ.જ્યારે તેમણે જણાવેલ કે રાણપુર ને પુરતા પ્રમાણમાં રોજ પાણી આપવામાં આવે છે. તેમણે લોકસંસારનાં પ્રતિનિધિને જણાવેલ કે રાણપુર સરપંચને પાણી વિતરણ વ્યવસ્થા કડકાઇથી ગોઠવવા સૂચના આપેલ છે. ત્યારે આગામી દિવસોમાં શું થાય છે તે જોવું રહ્યું.