પર્યાવરણ જતનના હેતુથી ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે રાજ્યના વાહનવ્યવહાર વિભાગે અનેકવિધ હકારાત્મક પગલાં ભર્યા છે. જેના ભાગરૂપે વાહનવ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી વિપુલ મિત્રા અને વાહનવ્યવહાર કમિશનરશ્રી આર.એમ.જાદવ ની ઉપસ્થિતિમાં મળેલી રાજ્ય વાહનવ્યવહાર સત્તામંડળની બેઠકમાં વધુ ૧૫-ઇ.રીક્ષાઓ અને એક ઇલેકટ્રીક કાર (સ્ટ્ઠરૈહઙ્ઘટ્ઠિ ફીિૈર્ં) ને મંજૂરી આપવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ-૭૪ ઇ-રીક્ષાઓને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં ઇલેકટ્રોનિકસ વાહનોને મંજૂરી આપવાની પદ્ધતિ ખૂબ સરળ બનાવવામાં આવી છે જેથી કરીને રસ ધરાવતા મહત્તમ ચાલકો આ ઇલેકટ્રોનિક્સ વાહનોનો ઉપયોગ કરી શકે તેમ વાહનવ્યવહાર કમિશનરશ્રી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.