ભાવનગર તાલુકાના ભાલ પંથકના ગાંમડાઓમાં પાણીની પળોજણ વધતા મહિલાઓમાં રોષ જોવા મળેલ ત્યારે મહિલાઓ ભરઉનાળે પાણીના છાજીયા લઇ રહ્યા છે.
જાણવા મળતી માહિતી મુજબ સનેસ, માઢીયા, ખેતાખાટલી, કાળાતળાવ, નર્મદ જેવા ગામોને પૂરતું પાણી મળતું નથી. પીવાના પાણી માટે ગ્રામ્ય વિસ્તારના લોકોનું જીવવું દુષ્કર થઇ ગયું છે.ચોમાસાની આડે હજુ દોઢ મહિનાની વાર છે. બીજીબાજુ મે મહિનાની કાળજાળ ગરમી પડવાની બાકી છે. પાણી પૂરવઠા દ્વારા ટેન્કરની પણ સગવડ ન આપતા લોકો આગામી દિવસોમાં પીવાના પાણી માટે ક્યો વિકલ્પ લે અને આગામી દિવસો કેવા રહેશે તે મહત્વનું છે.
મીઠાના અગરોને ટેન્કર ફાળવ્યા
ગ્રામ્ય વિસ્તારમાં પાણીના કકળાટ વચ્ચે વલ્લભીપુર પાણી પૂરવઠાના નાયબ ઇજનેર દ્વારા મીઠાના અગરો માટે પાણીના ટેન્કર માઢીયા સંપમાંથી ભરી આપતા ગ્રામ્ય લોકોમાં આ ચર્ચાનો વિષય બની ગયેલ અને લોકોમાં રોષ જોવા મળેલ તંત્ર દ્વારા તાકીદે ધ્યાન દેવાઇ એવી લોકમાંગ ઉઠી છે.