વરૂણ અને સારા અલી ખાન એક સાથે હશે

798

કુલી નંબર વન ફિલ્મ બનાવવા માટેનો નિર્ણય આખરે કરવામાં આવી ચુક્યો છે. આ ફિલ્મમાં વરૂણ ધવન અને સારા અલી ખાનની જોડી જોવા મળનાર છે. પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મને લઇને તૈયારી શરૂ કરવામાં આવી ચુકી છે. ફિલ્મની રજૂઆત માટેની તારીખ પણ જાહેર કરવામાં આવી ચુકી છે. આ ફિલ્મને વર્ષ ૨૦૨૦માં રજૂ કરવામાં આવનાર છે. પહેલી મે ૨૦૨૦ના દિવસે આ ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. વરૂણ ધવને પોતે ટ્‌વીટ કરીને આ અંગેની જાહેરાત કરી છે. વિતેલા વર્ષોની ફિલ્મમાં ગોવિન્દાની મુખ્ય ભૂમિકા હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. ફિલ્મના લોકોના ફોટો પણ જારી કર્યા છે. વરૂણ કહ્યુ છે કે આગામી વર્ષે પહેલી મેના દિવસે ફિલ્મને રજૂ કરવામાં આવનાર છે. ટુંક સમયમાં જ આ ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવનાર છે. સારા અલી ખાન પણ પોતાના ટિ્‌વટર હેન્ડલ પર ફિલ્મની રજૂઆત માટેની તારીખ જાહેર કરી દીધી છે. કુલી નંબર વનની રીમેક ફિલ્મને લઇને ચાહકો પહેલાથી જ ઉત્સુક છે. વરૂણ ધવનની ફિલ્મમાં એક્ટિંગના દમને તો ચાહકો પહેલાથી જ કેટલીક ફિલ્મમાં જોઇ ચુક્યા છે. વાત સારા અલી ખાનની છે. સારા પણ દિન પ્રતિદિન એક્ટિંગની કુશળતા સાબિત કરી રહી છે. તેની હજુ સુધી જે પણ ફિલ્મો રજૂ કરવામાં આવી છે તે હિટ સાબિત થઇ છે. તેની કેદારનાથ પ્રથમ ફિલ્મ હતી. ત્યારબાદ રોહિત શેટ્ટીની એક્શન ફિલ્મ સિમ્બામાં તે નજરે પડી હતી. રણવીર સિંહ અને સુશાંત સિંહ રાજપુત સાથે કામ કર્યા બાદ તે હવે વરૂણ ધવનની સાથે કામ કરવા જઇ રહી છે. વરૂણ અને સારાની કેમિસ્ટ્રીને લઇને ચાહકો ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યા છે. સારા પાસે કેટલીક અન્ય ફિલ્મો પણ છે.

Previous articleશહેરમાં રખડતાં ઢોરનો આતંક યથાવત
Next articleસેક્સી અદા શર્માના મદમસ્ત ડાન્સ પર તમામ ચાહકો ફિદા