સેક્સી અદા શર્માના મદમસ્ત ડાન્સ પર તમામ ચાહકો ફિદા

1142

અભિનેત્રી અદા શર્મા એવી બોલિવુડ સેલિબ્રિટીઓ પૈકી એક છે જે સોશયલ મિડિયામાં જ એક્ટિવ રહેતી નથી બલ્કે લોકોને જાગૃત કરવાનુ કામ પણ કરે છે. સાથે સાથે તેમનુ મનોરંજન પણ કરે છે. અદા શર્મા માત્ર તેના ફની વિડિયોથી જ તમામને રોમાંચિત કરતી નથી બલ્કે પોતાના ટ્રોલ કરવામાં આવે ત્યારે પણ નમજા લે છે.

આજે અમે તેની વાત એટલા માટે કરી રહ્યા છીએ કે તેના એક ડાન્સ વિડિયોએ ફરી એકવાર ઇન્ટરનેટની દુનિયામાં ચર્ચા જગાવી દીધી છે. મહારાષ્ટ્ર દિવસના પ્રસંગે અદા શર્માએ એક વિડિયો શેયર કરીને ચર્ચા જગાવી હતી. જેમાં તે અપ્સરા અલી ગીત પર ડાન્સ કરતી નજરે પડી રહી છે. આ ડાન્સ કેટલી હદ સુધી લોકપ્રિય થઇ રહ્યો છે તેનો અંદાજ ચાહકો તરફથી આવી રહેલા કમેન્ટના કારણે જાણી શકાય છે. ફેન્સ અદાના ચાહકો બની ગયા છે. અદા  શર્મા ચોક્કસપણે એક છુપી રૂસ્તમ તરીકે છે. થોડાક સમય પહેલા સુધી ચાહકોએ અદાની એક્ટિગને નિહાળી હતી. હવે અદા શર્માના ડાન્સને લોકો જોઇ રહ્યા છે. તેના મદમસ્ત ડાન્સના કારણે ચાહકો ચોંકી ઉઠ્યા છે. લોકો જોઇને જુદી જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

હાલમાં થોડાક સમય પહેલા અદાએ રણવીર સિંહ સ્ટારર  ફિલ્મ ગલી બોયના રેપ સોંગ પર કથક કરીને પણ તમામને રોમાંચિત કરી દીધા હતા. કથક ડાન્સ વિડિયો અદાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા જોવા મળી રહી છે. આ પહેલા જાન્યુઆરી મહિનામાં પણ અદા શર્મા છવાઇ ગઇ હતી. તેના એન્ટી સ્મોકિંગ વિડિયોને લઇને તે ચર્ચામાં રહી હતી. આ વિડિયોમાં અદા બેલી ડાન્સ કરતી નજરે પડી રહી છે. બેલી ડાન્સના અંતે તે એવા નજારા દર્શાવે છે કે તમામ ચાહકો ચોંકી ઉઠયા છે. તે ટુંક સમયમાં જ તેલુગુ ફિલ્મ જર્સીમાં નજરે પડનાર છે. તે વર્ષ ૨૦૧૭માં બોલિવુડ ફિલ્મ કમાન્ડો-૩માં નજરે પડી હતી.   આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઇ ખાસ કમાલ કરી શકી ન હતી. જો કે હાલમાં તે ભારે લોકપ્રિયતા મેળવી રહી છે. તેના મદમસ્ત ડાન્સની ચર્ચા ચારેબાજુ જોવા મળી રહી છે. તેના ડાન્સના ચાહકો દિવાના બની ગયા છે. તેન પાસે આગામી દિવસોમાં નવી નવી કેટલીક ઓર પણ આવી શકે છે.

અદા શર્મા ફિલ્મમાં ફ્લોપ રહ્યા બાદ ફરી એકવાર ચર્ચામાં આવી ગઇ છે. ગલી બોયના રેપ સોંગના કારણે પહેલા ચર્ચામાં આવ્યા બાદ હવે તે તેના કરતા પણ વધારે લોકપ્રિયતા મેળવી રહી છે. બોલિવુડની સાથે સાથે તે દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ કરવા માટે પણ આશાવાદી બનેલી છે. તે ચર્ચામાં રહેવા માટે દરેક પ્રયોગ કરી રહી છે. આ ડાન્સ પણ આ દિશામાં એક પહેલ હોઇ શકે છે. જો કે તેને આના કારણે લાભ થશે. છેલ્લા કેટલાક સમયમાં લોકપ્રિયતા મેળવી લેવામાં નિષ્ફળ રહ્યા બાદ તે ફરી ચર્ચા જગાવી રહી છે. આગામી દિવસો તેની વાપસી માટે સાબિત થઇ શકે છે. ફિલ્મો પણ મળી શકે છે.

Previous articleવરૂણ અને સારા અલી ખાન એક સાથે હશે
Next articleતારા સુતરિયા પ્લેબેક સિંગર બનવા માટે ઇચ્છા ધરાવે છે