વર્લ્ડ કપમાં ભારત માટે ધોનીનું યોગદાન બહુ મોટું હશે : ગાવસકર

1116

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકરનું અગાઉથી માનવું છે કે આગામી વર્લ્ડ કપમાં ભારતના સંગ્રામમાં મહેન્દ્રસિંહ ધોનીનો ફાળો ‘ઘણો મોટો’ હશે.

ધોની વર્તમાન આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં ઘણા સારા ફોર્મમાં રમી રહ્યો છે જેણે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ વતી ૧૧ મેચમાં ભાગ લઈ કુલ ૩૫૮ રન કર્યા છે. ગાવસકરનું માનવું છે કે વર્લ્ડ કપમાં ભારતના સુરક્ષિત જુમલામાં તે વિકેટકીપર/બેટ્‌સમેનનો ફાળો ઘણો મહત્ત્વનો હશે. આઈ. સી. સી. વર્લ્ડ કપનો ઈંગ્લેન્ડમાં ૩૦મી મેથી પ્રારંભ થનાર છે.

૧૨૫ ટેસ્ટ મેચમાં ૩૪ સદી ફટકારેલ અનુભવી ગાવસકરે કહ્યું હતું કે ભારત પાસે ઘણા સારા ટોચના ત્રણ બેટ્‌સમેન છે, પણ તેઓ જો હંમેશ મુજબનો પોતાનો સારો દેખાવ ન કરતા ધોનીનો ચોથા અથવા પાંચમા ક્રમે રમતા બૅટિંગમાં ફાળો ટીમને સુરક્ષિત જુમલે પહોંચાડવામાં ઘણો મહત્ત્વનો હશે.

ગાવસકરે વધુમાં કહ્યું હતું કે ધોનીના નેતૃત્વમાં ભારતે ૨૦૧૧નો વર્લ્ડ કપ જીત્યો હતો અને તે આ વેળા પોતાનો અનુભવ કામે લગાડશે.

Previous articleતારા સુતરિયા પ્લેબેક સિંગર બનવા માટે ઇચ્છા ધરાવે છે
Next articleસાઉથ આફ્રિકાના ફાસ્ટ બૉલર કાગિસો રબાડા IPLમાંથી આઉટ