રાજસ્થાન અને દિલ્હી વચ્ચે રોચક જંગ

648

ઈન્ડિયન પ્રિમિયર લીગમાં આવતીકાલે શનિવારના દિવસે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે જંગ ખેલાશે. દિલ્હ કેપિટલની ટીમ ૧૩ મેચોમાં ૮ મેચો જીતીને ૧૬  પોઈન્ટ ધરાવે છે. દિલ્હીની ટીમ હોટ ફેવરિટ તરીકે મેદાનમાં ઉતરશે. બીજી બાજુ રાજસ્થાન રોયલ્સની હાલત કફોડી બનેલી છે અને તે હવે ફેંકાઈ જવાની અણીએ પહોંચી છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન તરીકેની જવાબદારી સ્મીથને સોંપવામાં આવ્યા બાદ ટીમના દેખાવમાં હવે સુધારો થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

આ મેચનું પ્રસારણ આવતીકાલે ચાર વાગ્યાથી કરવામાં આવશે.  બંને ટીમો જોરદાર દેખાવ કરવા માટે ઉત્સુક છે.  મેદાન પર છગ્ગા ચોગ્ગાની રમઝટ જોવા મળી શકે છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આઈપીએલની શરૂ થયા બાદ છગ્ગા ચોગ્ગાની રમઝટ જોવા મળી રહી છે.  તમામ ટીમોના સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે.

કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે.આ ઉપરાંત પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરેલા ડેવિડ વોર્નરે પણ આવતાની સાથે જ જોરદાર બેટિંગ કરીને પોતાની કુશળતા દર્શાવી ચુક્યો છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની તક રહેલી છે આઇપીએલમાં હજુ સુધી કેટલાક ખેલાડી તમામનુ ધ્યાન ખેંચી રહ્યા છે. જેમાં ડેવિડ વોર્નર, બેરશો અને ક્રિસ ગેઇલનો સમાવેશ થાય છે. રસેલ પણ જોરદાર દેખાવ કરી રહ્યો છે. બનંને ટીમો નીચે મુજબ છે.

દિલ્હી કેપિટલ્સ : અવેશ ખાન, અયપ્પરા, બેઇન્સ, બોલ્ટ,  ધવન, ઇન્ગ્રામ, અય્યર (કેપ્ટન), લમિછાને, મનજોત કાલરા, મિશ્રા, મોરિસ, મુનરો, પંત, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, પૌલ, રબાડા, રુધરફોર્ડ, સક્સેના, ઇશાંત, શો, નાથુસિંઘ, ટેવટિયા, વિહાર, જયંત યાદવ.

રાજસ્થાન રોયલ્સ : રહાણે (કેપ્ટન), વરુણ આરોન, આર્ચર, બિન્ની, આર્યમાન, બટલર, પ્રશાંત ચોપરા, શ્રેયાસ ગોપાલ, કૃષ્ણાપ્પા ગૌત્તમ, ધવન કુલકર્ણી, લિયામ, મહિપાલ, સુદેશન મિથુન, રિયાન પરાગ, શુભમ રંજને, સંજુ સેમસંગ, શશાંકસિંઘ, સ્ટિવ સ્મિથ, શોઢી, બેન સ્ટોક, થોમસ, ત્રિપાઠી, ટર્નર, ઉનડકટ, મનન વોરા.

Previous articleસાઉથ આફ્રિકાના ફાસ્ટ બૉલર કાગિસો રબાડા IPLમાંથી આઉટ
Next articleઆઈટીના શેરમાં કડાકા વચ્ચે સેંસેક્સ મંદીની સાથે બંધ રહ્યો