વારાણસીમાં મોદીને રેકોર્ડ મતથી જીતાડવા માટે પ્લાન

530

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે. આ વખતે મોદીને રેકોર્ડ મતથી જીતાડવા માટે પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે. આના માટે ભાજપના વરિષ્ઠ નેતાઓ અને ટોપના લોકો લાગેલા છે. વારાણસીમાં ચૂંટણી માહોલ હાલમાં ચરમસીમા પર છે. વારાણસીના મહેમુરગંજ વિસ્તારના તુલસી ઉદ્યાનમાં  ભારતીય જનતા પાર્ટીની ઓફિસ આવેલી છે. જ્યાં આવી ચર્ચા જોવા મળી શકે છે. અહીં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રિય ઓફિસ છે. આ ઓફિસ પાર્ટીના ૨૦,૦૦૦ કાર્યકરો અને નેતાઓ તેમજ રણનિતીકારોના સંપર્કમાં રહે ચે. જે મોદીની રેકોર્ડ જીત પર કામ કરી રહી છે. દિન રાત એક કરવામાં આવ્યા છે. અહીં ભાજપના સંગઠન માળખામાં ૧૮૧૯ બુથ કમિટી, ૨૨૬ સેક્ટર કમિટીઅને ૧૭ મંડળ યુનિટ સામેલ છે. સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ બીજા પક્ષોથી બિલકુલ અલગ એ રીતે નવા પ્રયોગ કર્યા છે. જેને સંગઠનમાં સંખ્યા અથવા તો સમુ નામ આપવામાં આવ્યા છે. ભાજપ કેન્દ્રિય ચૂંટણી ઓફિસના એક સુત્રે માહિતી આપતા કહ્યુ છે કે સંખ્યામાં ત્રણ અથવા તો ચાર સેક્ટરની કમિટી સામેલ છે. જે કાર્યકરોને સંગઠનના કામકાજનો અનુભવ છે તેને આ ખાસ એકમોની જવાબદારી સોંપવામાં આવી છે. ત્રીજી મેના દિવસે બુથ લેવલની આજે બેઠક યોજાઇ હતી. એક અન્ય વ્યક્તિએ બુથ કાર્યકરોની કામગીરી અંગે માહિતી આપી હતી. આ બેઠકમાં પેજ પ્રમુખના નામ પર ચર્ચા કરવામાં આવનાર છે. પાર્ટીએ મોટા ભાગના બુથ પર પેજ પ્રમુખની નિમણૂંક કરી લીધી છે. આ તમામ બાબતોથી લાગે છે કે છેલ્લા પાંચ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તારમાં કેટલી કામ સંગઠનને લઇને થયુ છે.  જમીની  સ્તર પર કાર્યકરોનો જુસ્સો વધારી દેવા માટે કામ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે ફાયદો થયો છે. ૭૧ ઉમેદવારોની ઉમેદવારી રદ કરવામાં આવ્યા બાદ મોદીની સામે મેદાનમાં ૨૫ ઉમેદવારો રહી ગયા છે. આમાંથી પાંચ ઉમેદવારોએ ગુરૂવારના દિવસે તેમની ઉમેદવારી પરત લઈ લીધી હતી. હવે મોદીની સામે ચુંટણી મેદાનમાં ૨૫ ઉમેદવારો રહી ગયા છે. સાતમાં તબક્કામાં ૧૯મી મેના દિવસે યોજાનાર ચુંટણી માટે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે જનસંઘર્ષ વિકાસ પાર્ટીના અર્જુન રામશંકર, કાંશીરામ બહુજન દળના સંજય વિશ્વકર્માએ ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. આ રીતે હજુ સુધી વારાણસી લોકસભા સીટ પર મોદીને લઈને ૨૬ ઉમેદવારો ભાગ્ય અજમાવી રહ્યા છે. કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના નાયબ અધ્યક્ષ રહી ચુકેલા શ્યામલાલ યાદવના પત્ની સાલીની યાદવને સમાજવાદી પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ તેમની પીછેહટ થઈ છે. છેલ્લી ઘડીએ યાદવને ઉતારવામાં આવ્યા હતા પરંતુ તેમની ઉમેદવારી રદ થયા બાદ હવે સાલીની ઉમેદવાર છે.

Previous articleઆઈટીના શેરમાં કડાકા વચ્ચે સેંસેક્સ મંદીની સાથે બંધ રહ્યો
Next articleર૪ મે બાદ ગુજરાત સરકારમાં મોટા ફેરફારની શકયતાઓ : કેટલાંક મંત્રીઓના પત્તા કપાશે