ગાંધીનગરની યુવા પ્રતિભા દેશ-વિદેશમાં શૈક્ષણિક ક્ષેત્ર નામ રોશન કરે છે. ત્યારે ગાંધીનગર પાસેના પેથાપુર ગામમાં રહેતી વિદ્યાર્થિનીએ શહેરનું નામ રોશન કર્યુ હતું. મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ ઓ પી કોહલીની હાજરીમાં ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીનો ૭મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં પેથાપુરમાં રહેતી તેજસ્વીનીબા વાઘેેલાએ ૩ ગોલ્ડ મેડલ મેળવીને ગામ અને શહેરનું નામ રોશન કર્યુ હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી એઆસીટીઇ દિલ્હીના વાઇસ ચાન્સેલર, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસ્મા અને સચિવ અંજુ શર્મા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. મહાત્મા મંદિર ખાતે આયોજિત જીટીયુના ટોપરોને સન્માન કાર્યક્રમ યોજાયો હતો.