માણસાની યુવતીએ ગાંધીનગર કોલવડા ગામે રહેતાં પતિ તથા સાસરીયા સામે શારીરિક-માનસિક ત્રાસ અને પૈસા લઈ લેવાની ફરિયાદ નોંધાવી છે.પતિ સાથે વિદેશ જવા પરણિતાના પિયરમાંથી પાંચ મંગાવ્યા બાદ વિદેશમાં રહીને આવ્યા બાદ ત્યાં કમાવેલા પૈસા પડાવી લઈ મારઝુડ કરતાં આખરે યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે. માણસા શહેર ની ગ્રીન વાટિકા સોસાયટીમાં રહેતી કૃપા (૩૩ વર્ષ)ના લગ્ન ૧૧ વર્ષ પહેલાં કોલવડા ગામે રહેતા વિજય સુમનભાઈ શુક્લા સાથે થયા હતા. લગ્નના થોડા જ સમયમાં પાબંદીઓ વચ્ચે જીવતી કૃપાના પતિને ૨૦૦૯માં લંડન જવાનું થયું હતું. ત્યારે પતિ સાથે લંડન જવા માટે સાસરીયાએ ધમકીઓ આપીને પિયરમાં પાંચ લાખ મંગાવ્યા હતા. લંડનમાં ગયા બાદ પણ પતિ ત્યાં પણ કૃપા સાથે મારઝુડ કરતો હતો. આ સાથે જ લંડનમાં કમાવેલા તમામ પૈસા પતિ પોતાની માતાના ખાતામાં જમા કરાવી દીધા હતા.
પોલીસ બોલાવવાની ફરજ પડીઃ ૨૦૧૬માં લંડનથી પરત ફર્યા પછી કૃપાએ પૈસા અંગે વાત કરતાં સાસરીયાએ કહ્યું હતું કે, પૈસા હવે ક્યારેય નહીં મળે, માંગીશ તો ઘરમાંથી કાઢી મુકીશું.’ જેમાં પતિ દ્વારા પટ્ટાથી માર મરાયા બાદ કાઢી મુકાઈ હતી. જોકે, પરિવારની સમજાવટથી યુવતી પતિ સાથે પાછી ગઈ હતી. જેના થોડા જ સમયમાં પતિએ ફરીથી નાની વાતે હાથ ઉપાડતા કૃપાને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જે બાદ કંટાળેલી કૃપાએ પતિ વિજયકુમાર, સસરા સુમનભાઈ જેઠાલાલ, સાસુ મંજુલાબેન, જેઠ તુષાર અને જેઠાણી નંદિની વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે શારીરિક-માનસિક ત્રાસ, ધમકીઓ અને દહેજની માંગણી અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ રીતે પતિ સાથે વિદેશ જવા પરણિતાના પિયરમાંથી પાંચ મંગાવ્યા બાદ વિદેશમાં રહીને આવ્યા બાદ ત્યાં કમાવેલા પૈસા પડાવી લઈ મારઝુડ કરતાં આખરે યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે.